પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 28-11-2017, આણંદ
ભોજન વખતે ગુણવત્સલદાસ સ્વામી નવીન વાત ઉપાડતાં કહે :
“દૂધવાળા કાકા રોજ વહેલી સવારે પાંચ-સવા પાંચ વાગ્યે દૂધ આપી જાય છે.
મેં પૂછ્યું : ‘આટલા વહેલા દૂધ આપવા તમે આવો છો તો ગાયને દોહો છો ક્યારે ?’
તે કાકા કહે : ‘સવારે 2-30 વાગ્યે !’
આશ્ચર્યથી મેં પૂછ્યું : ‘આટલા વહેલા દોહવા દે ?’
તો કાકા કહે : ‘આમ તો ન દોહવા દે, પણ જ્યારથી મહંત સ્વામી મહારાજ આવ્યા છે ત્યારથી દોહવા દે છે.”
સંતો મનન આપતાં કહે : ‘ગાય પણ સમજી ગઈ છે કે મહંત સ્વામી મહારાજ આવ્યા છે એટલે વહેલું ઊઠવાનું જ છે !’
સ્વામીશ્રી સહિત સૌ હસી પડ્યા.
Vachanamrut Gems
Gadhadã III-29:
If one Develops Deep Affection for the Great Sant like one has for God…
“… If someone who is deficient in vairãgya does renounce, then his renunciation will not endure throughout his life. After one year, two years, or after even ten years, difficulties will definitely arise in his renunciation.”
[Gadhadã III-29]