પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 28-11-2017, આણંદ
આજે પૂજા પછી સ્વામીશ્રી સાથે બાળકોએ પ્રશ્નોત્તરી શરૂ કરી. એમાં એક પ્રશ્ન પુછાયો કે ‘વચનામૃતનો સાર શો ?’
સ્વામીશ્રી કહે : ‘વચનામૃતનો સાર - બધામાં દિવ્યભાવ રાખવો.’
બીજો એક પ્રશ્ન પુછાયો : ‘હું ગાંધીનગર અક્ષરધામ કારમાં ગયો, દિલ્હી અક્ષરધામ ટ્રેનમાં ગયો અને અમેરિકાના અક્ષરધામમાં પ્લેનમાં જઈશ. પણ આપ અમને શ્રીજીમહારાજના દિવ્ય અક્ષરધામમાં કેવી રીતે લઈ જશો ?’
સ્વામીશ્રી બોલ્યા : ‘એ તો આમ (ચપટી વગાડી) લઈ જશે.’ પછી કહે : ‘તમારે એટલું જ કરવાનું - ધર્મ-નિયમ પાળવાના અને ભગવાનનો આશરો, ભગવાનની ઉપાસના રાખવાની; આ બે હોય તો સીધા અક્ષરધામમાં.’
એમાં જ આગળ પુછાયું : ‘ગાંધીનગર, દિલ્હી અને અમેરિકાનું અક્ષરધામ પણ જોરદાર છે, પણ શ્રીજીમહારાજનું અક્ષરધામ કેવું હશે ?’
સ્વામીશ્રી કહે : ‘અનુભવાશે... જ્ઞાન થશે એટલે તમને લાગશે - અહીંયાં જ અક્ષરધામ છે.’
છેલ્લે એક બાળકે પૂછ્યું : “આપ કહો છો - ‘બાપા સદા પ્રગટ જ છે,’ તો અત્યારે પ્રમુખસ્વામી મહારાજ શું કરતા હશે ?”
સ્વામીશ્રી અટક્યા અને પછી વિચારીને સ્મિત સાથે કહે : ‘આ બેઠા છે...’
જબરદસ્ત તાળીઓથી સભાગૃહ ગુંજી ઊઠ્યું.
Vachanamrut Gems
Gadhadã II-62:
If one cannot Understand Anything Else
Upon hearing this, Muktãnand Swãmi asked a question: “Mahãrãj, the discourse in which You have just described the three inclinations is very subtle and difficult to put into practise. Only a few can understand it and only a few can actually live by it; not everyone can do so. However, there are hundreds of thousands of people in this Satsang fellowship, and it would be difficult for all of them to understand this principle. So, how can they progress?” Shriji Mahãrãj explained, “If a person behaves as a servant of the servants of a devotee who possesses one of these three inclinations, and if he also follows his commands, then despite not understanding anything else, he would certainly become an attendant of God after this very life and would thus become fulfilled.”
[Gadhadã II-62]