પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 28-11-2017, આણંદ
ગઈકાલે રાત્રે રોજ કરતાં પોણો કલાક જેટલું સૂવામાં મોડું થયું હતું. છતાં રોજના સમયે જાગી તૈયાર થઈ 5-17 વાગ્યે તો કક્ષની બહાર પહેલું ડગલું માંડી દીધું... પણ માર્ગમાં ઊભેલા સંતોને હસીને કહે : ‘મને એમ કે આજે પૂજા રૂમમાં છે, એટલે શાંતિથી તૈયાર થયો.’
સંતો આશ્ચર્યથી કહે : ‘આને શાંતિથી તૈયાર થવાનું ગણાવતા હોય ને શાંતિથી આટલા વાગ્યે આવતા હોય તો ઉતાવળ કેવી હશે ?’
સ્વામીશ્રી માટે જે સહજ હોય છે તે આપણા માટે સાધના બની રહે છે.
Vachanamrut Gems
Gadhadã III-18:
Acting Only to the Extent of God's Instructions
“… Similarly, one who is free of worldly desires engages in activities only to the extent of the instructions given by God…”
[Gadhadã III-18]