પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 27-11-2017, આણંદ
આજે સ્વામીશ્રી ભોજનગ્રહણ કરવા વિરાજ્યા ત્યારે આજની મહોત્સવની સભાના સંદર્ભમાં ગુણવત્સલદાસ સ્વામીએ કહ્યું : ‘આજે તો આપ સાડા ત્રણ કલાક સળંગ બેઠા. વચ્ચે લઘુપાણી કરવાયે ન ગયા.’
સ્વામીશ્રી કહે : ‘300 માળા કરી.’
સંતોના મુખેથી ‘ઓહ !’ નીકળી ગયું.
સેવક સંતે પૂછ્યું : ‘બાપાને યાદ કર્યા ?’
‘બીજા કોને યાદ કરવાના ?’ પછી સ્વામીશ્રી કહે : ‘એક ધારી માળા કરી.’
મહોત્સવની સભામાં કોણે 300 માળા કરી હશે ? કોણે પ્રમુખસ્વામી મહારાજને સતત યાદ કર્યા હશે ? ખરેખર, પ્રમુખસ્વામી મહારાજની સાચી જન્મજયંતી તો સ્વામીશ્રી જ ઊજવે છે.
Vachanamrut Gems
Gadhadã III-12:
Destroying the Jiva!
“… However, by maligning God or His Bhakta, the jiva is also destroyed. Someone may ask though, ‘How can the jiva be destroyed?’ Well, for example, just as a eunuch cannot be called a man or a woman – he can only be called a eunuch, similarly, the jiva of a person who maligns God or His Bhakta also becomes impotent; i.e., it is never able to endeavour for its own liberation. Therefore, his jiva should be known as having been destroyed. Knowing this, one should never malign God or His Bhakta.”
[Gadhadã III-12]