પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 27-11-2017, આણંદ
આજે પ્રમુખસ્વામી મહારાજનો 97મો જન્મજયંતી મહોત્સવ ખૂબ જ ભવ્યતાથી અત્રે ઊજવાયો હતો. સ્વામીશ્રી મહોત્સવ સ્થળેથી જ્યારે નિજનિવાસે પધાર્યા ત્યારે બ્રહ્મવિહારીદાસ સ્વામી પ્રસિદ્ધ આરબ ઉદ્યોગપતિ શ્રી નઝીમ-ખવાઝ-અલ-કુત્સીને લઈને આવ્યા હતા. શ્રી નઝીમ કુત્સી આવતાંની સાથે સ્વામીશ્રીનાં ચરણોમાં પડી ગયા. પંચાંગ પ્રણામ કર્યા.
બ્રહ્મવિહારીદાસ સ્વામી કહે : ‘સ્વામી ! તેઓ માને છે કે આ તેઓના જીવનની મોટામાં મોટી ક્ષણ છે. તેમને તેમની ભાવનાઓ આપની સમક્ષ રજૂ કરવી છે.’ એમ કહી તેમણે શ્રી નઝીમને બોલવા કહ્યું.
નઝીમ ભાવાર્દ્ર થતાં તૂટક શબ્દોમાં કહેવા લાગ્યા : ‘Swamiji, Guru ! I was afraid after Pramukh Swami left his body that the flow of energy to me would be cut, but tonight it came to me.’
(સ્વામીજી, ગુરુ ! પ્રમુખસ્વામી મહારાજે દેહત્યાગ કર્યો ત્યારે મને ડર લાગી ગયો હતો કે તેઓમાંથી મને મળતો પ્રેરણાશક્તિનો પ્રવાહ સ્થગિત થઈ જશે, પરંતુ આજે રાત્રે તે ફરી મને પ્રાપ્ત થયો.)
શ્રી નઝીમની વાણી મૂક થઈ ગઈ હતી અને આંખો બોલવા લાગી હતી. આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં હતાં. થોડી વાતચીતના અંતે વિદાય લેતાં શ્રી નઝીમ સ્વામીશ્રીનાં ચરણોને પકડી ઘણી વાર સુધી પંચાંગ પ્રણામ કરતા રહ્યા. સ્વામીશ્રીએ પણ તેમને અંતરના આશિષ અર્પ્યા. ઊભા થઈ સ્વામીશ્રી તથા સંતોને ‘જય સ્વામિનારાયણ... જય સ્વામિનારાયણ... જય સ્વામિનારાયણ...’ કહેતાં તેઓ કક્ષની બહાર પધાર્યા.
Vachanamrut Gems
Gadhadã II-24:
The Unhindered Devotee
“… Such a devotee of God is never enticed by any object other than the form of God. He realises, ‘With the exception of God’s Akshardhãm, the form of God in that Akshardhãm and His devotees in that Akshardhãm, everything else – all of the realms, the demigods, and the opulence of the demigods – is perishable.’ Realising this, he maintains profound love only for God. Such a devotee never experiences any sort of hindrances whatsoever.”
[Gadhadã II-24]