પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 26-11-2017, આણંદ
ભોજન પૂર્વે પુણ્યનિલયદાસ સ્વામીએ આજની મુલાકાતમાં આવેલા એક સામાન્ય ભક્તની વાત કરતાં કહ્યું : “સ્વામી ! તે ડ્રાઇવર છે. નામ - જયંતીભાઈ પટેલ અને ગામ ખાનકૂવા, પણ આજે આપે તેમના માથે હાથ મૂક્યો ને તે એટલા બધા રાજી થઈ ગયા, એટલા બધા રાજી થઈ ગયા કે બોલવા જ લાગ્યા : ‘ધન્ય થઈ ગયો... ધન્ય થઈ ગયો...”
આ વાત ચાલતી હતી ત્યાં સેવક સંતે સ્વામીશ્રીને પૂછ્યું કે ‘આ યજ્ઞમાં બાંધેલી નાડાછડી આપને કોઈને આપવાનો સંકલ્પ છે ?’ તેમણે એક-બે સંતોનાં નામ સૂચવ્યાં પણ સ્વામીશ્રી કહે : ‘ના, પેલા ડ્રાઇવરને !’
સંતોના આશ્ચર્યનો પાર ન રહ્યો. આ અતિ દુર્લભ પ્રસાદી સ્વામીશ્રીએ ડ્રાઇવરના ભાગે લખી આપી ! પણ પછી કારણ જાણવા મળયું કે જયંતીભાઈએ સંકલ્પ કર્યો હતો કે સ્વામીશ્રીની કંઈક પ્રસાદી મળી જાય તો સારું. અને સ્વામીશ્રીએ તેમનો સંકલ્પ પૂરો કર્યો.
Vachanamrut Gems
Vartãl-14 :
For Whom is There no Means for Redemption?
“… there are no means to be redeemed for one who has maligned the Satpurush…”
[Vartãl-14 ]