પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 24-11-2017, આણંદ
સ્વામીશ્રી આજે વૉકિંગના છેલ્લા રાઉન્ડમાં સિદ્ધાંતનિષ્ઠદાસ સ્વામીને સાથે લઈને આવ્યા. પછી કહે : ‘નૈરોબીમાં સંતઆશ્રમની દીવાલ ઉપર સંતોનું પેઇન્ટિંગ છે, તેમાં એક આ સ્વામી જેવા લાગે છે. સાઇડ ફેસ... પાંચ દિવસથી જોઉં છું, આજે કહ્યું...’
આફ્રિકાના સંતો અત્યારે સમૈયાનો લાભ લેવા આવેલા જ હતા. તેઓ કહે : ‘સ્વામી ! એ બાજુ તો આપ આવ્યા જ નથી, છેલ્લા બે દિવસ ત્યાં ભોજન લીધું હતું, પણ આ ચિત્ર તો સાઇડમાં હતું, સહેજે નજર ન જાય ! તો આપની નજર ક્યારે પડી હશે !?’
અને કદાચ નજર પડી પણ હોય, પણ નજર પડ્યા પછી તે ચિત્રો યાદ રહેવાં, કોઈની સાથે મળતાં આવે છે તે પકડવું કેટલું અઘરું છે ! અને તે પણ 8 મહિના પછી !?
ત્યાં સ્વામીશ્રીએ બીજી વાત કરી : ‘તે ચિત્રમાંના બીજા એક સંત, આત્મવિજય સ્વામી રાયસણવાળા, તેના જેવા લાગે છે.’
હવે તે સ્વામી તો અહીં હાજર જ નથી, પણ સ્વામીશ્રીની ફોટોગ્રાફિક સ્મૃતિશક્તિએ બધું ઝીલી લીધું હતું. વૉટ્સએપ પર ફટાફટ ફોટા આવી ગયા... સ્વામીશ્રીને બતાવાયા... સ્વામીશ્રીએ તેમાંથી આ બંને સંતોને બતાવ્યા.
Vachanamrut Gems
Gadhadã III-33:
An Ekantik Bhakta?
“Who can be called an ekãntik bhakta of Vãsudev Bhagwãn? Well, one who possesses the qualities of swadharma, gnãn, vairãgya, and unparalleled bhakti towards Vãsudev Bhagwãn coupled with knowledge of his greatness can be called an ekãntik bhakta.”
[Gadhadã III-33]