પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 20-11-2017, આણંદ
સ્વામીશ્રીની મુલાકાતે એક હરિભક્ત આવ્યા. જેમના પરિવારના સભ્યને સોરાયસિસ થયો હતો. સ્વામીશ્રીએ બે-ત્રણ વાર દવા સૂચવી હતી. ત્યારપછી સ્વામીશ્રી જ્યારે પેરિસમાં હતા ત્યારે તેઓનો ફરી ફોન આવ્યો હતો કે ‘કાંઈ ફેર પડતો નથી, તો હવે શું કરવું ?’ સ્વામીશ્રી ત્યારે બોલ્યા હતા કે ‘દવા લેતા નહીં હોય...’
આજે તે હરિભક્ત આવ્યા ને કાનની બૂટ પકડતાં કહે : “હા, સ્વામી ! આપે કહ્યું તેવું જ હતું. અમે એલોપથી, આપની આપેલ હોમિયોપેથી વગેરે... બધું મિક્સ કરતા હતા. અને તે પણ વ્યવસ્થિત નહીં... ચાલુ-બંધ થયા કરતું. એક વાર તો ‘મટતું નથી’ એમ કહી, થાકી જવાથી સાવ બંધ પણ કરી દીધેલી. પણ આપે કહ્યું કે ‘દવા લેતા નહીં હોય...’ તે સાંભળી, દવા વ્યવસ્થિત ચાલુ કરી ને મટી ગયું.”
આપણે પણ સ્વામીશ્રીએ બતાવેલી જન્મ-મરણનો રોગ ટાળવાની દવા વ્યવસ્થિત લઈશું, તો રોગમુક્ત થઈ શકીશું.
Vachanamrut Gems
Gadhadã II-62:
Three Inclinations for Extreme Bliss
“Since the day I began pondering over it, I have noticed that there are three inclinations which lead to liberation and which lead to extreme bliss. Of these, one is profound ãtmã-realisation, which is to believe one’s true self to be the ãtmã and engage in the worship of God, like Shukji. The second is the inclination of a woman who observes the vow of fidelity, which is to worship God as if He is one’s husband, just as the gopis did. The third is the inclination of servitude, which is to worship God as His servant, just like Hanumãnji and Uddhavji. Without these three inclinations, there is no way in which the jiva can attain liberation. In fact, I, Myself, have firmly cultivated all three of these inclinations. Even if a person possesses one of these inclinations firmly, he becomes absolutely fulfilled.”
[Gadhadã II-62]