પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 19-11-2017, મુંબઈથી આણંદ જતાં પ્લેનમાં
વિમાને મુંબઈના ગગનમાં જેવી ઉડાન ભરી કે તરત સ્વામીશ્રીની રુચિ જાણીને હરિપ્રકાશદાસ સ્વામી વિમાનની બારીમાંથી હરિકૃષ્ણ મહારાજની દૃષ્ટિ મુંબઈની ભૂમિ ઉપર કરાવવા લાગ્યા. થોડી વારે સ્વામીશ્રી કહે : ‘ત્યાં તાપ આવે છે.’
થોડો સમય થતાં સ્વામીશ્રીને પીવા માટે જળ આપવામાં આવ્યું, પરંતુ સ્વામીશ્રીએ મુખ થોડું ત્રાંસું કરીને તે પીધું.
ગુરુમનનદાસ સ્વામીએ પૂછ્યું : ‘કેમ સ્વામી ! આમ ?’
સ્વામીશ્રીએ સામે પધરાવેલા ઠાકોરજી બતાવ્યા.
કેટલી સૂક્ષ્મ મર્યાદા ! ઠાકોરજીની સામે જળપાન પણ ન કરાય.
Vachanamrut Gems
Gadhadã II-47:
Considering the Virtues of the Sadhu who Speaks Harshly
“… Furthermore, one should consider the virtues of the sãdhu who speaks to one harshly and should not think ill of him…”
[Gadhadã II-47]