પ્રેરણા પરિમલ
અમેરિકાની કેટલીક વિશેષતાઓની ...
તા. ૧૭ જૂન, ૨૦૦૭, શિકાગો
અમેરિકાની કેટલીક વિશેષતાઓની વાત નીકળતાં ધર્મજના પ્રકાશ પટેલ પ્રમુખસ્વામી મહારાજને કહે, 'અહીં એવું રડાર પણ મળે છે કે પોલીસનું રડાર પણ ઠપ્પ કરી નાખે.'
આ વાતના આધારે જ હેમાંગભાઈ મુખી કહે, 'બાપા! આપ પણ એવું રડાર અમને આપો. જેથી કામ, ક્રોધ, લોભ, મોહ બધું જ ઠપ્પ થઈ જાય.'
સ્વામીશ્રી તરત જ કહે, 'આપ્યું જ છે, પણ ચૂકી જાવ તો એમાં ભગવાન શું કરે? મહારાજે શિક્ષાપત્રી આપી છે તેના નિયમો પ્રમાણે વર્તો તો દોષમાત્ર જામ થઈ જાય.'
સ્વામીશ્રીએ સુદર્શનચક્રના નવા અવતારરૂપ રડારને શિક્ષાપત્રીના નિયમો સાથે સરખાવ્યું, પરંતુ પ્રકાશભાઈ તો કહે, 'બાપા! હું તો એમ કહું છુ, કે જેમ પોલીસનું રડાર જામ થાય, એમ એવું રડાર અમને આપી દો કે અમે કાંઈ ન કરીએ, તો પણ બધું ટળી જાય.'
સ્વામીશ્રી તેઓના વ્યંગની સાથે પોતે પણ વ્યંગમાં કહે, 'તમે બંને એની ફેક્ટરી કરી નાખો.' (પ્રકાશ ને હેમાંગ)
પ્રકાશભાઈ કહે, 'આપ જ એવી ફેક્ટરી કરી નાખો ને.'
સ્વામીશ્રી : 'ભગવાનના નિયમોનો ભંગ કરવાની ફેક્ટરી અમારી પાસે નથી.'
ભગવાને આપેલા નિયમોના અનન્ય પાલક અને તેના સંરક્ષક ગુણાતીત સત્પુરુષની આ જ વિલક્ષણતા છે કે જેઓ ગમ્મતમાં પણ નિયમભંગની વાત કલ્પી શકતા નથી.
Vachanamrut Gems
Loyã-2:
A Devotee with Gnan Overcomes the Fear of Death
"A devotee with gnãn has the strength of ãtmã-realisation and believes, 'I am brahmaswarup and a devotee of God.' Therefore, he too does not fear death."
[Loyã-2]