પ્રેરણા પરિમલ
અતિ નિઃસ્નેહી શ્રીહરિ
શ્રી આધારાનંદ સ્વામી
સુરેન્દ્રનગર જિલ્લાના ખોલડિયાદ ગામમાં શ્રીહરિના અનન્ય ભક્ત હંસરાજ સુથારના ઘરે વીરજી તરીકે જન્મ લેનાર આ સંતવર્ય બાળપણથી જ અનેકવિધ કલામાં નિપુણ હતા. શ્રીહરિની સન્નિધિમાં જ તેઓની મનોહર મૂર્તિઓ બનાવનાર આધારાનંદજીએ મુક્તાનંદ સ્વામીને સેવીને શ્રીહરિનાં દિવ્ય જન્મકર્મને ગૂંથી લેતું હિન્દી મહાકાવ્ય પણ રચ્યું હતું. એંશી હજારથીય વધુ દોહા-ચોપાઈઓના આ ગ્રંથ 'હરિચરિત્રામૃતસાગર' ભગવાન સ્વામિનારાયણનો વિરલ ઐતિહાસિક બૃહદ્ જીવનગ્રંથ છે. સંપ્રદાયના ઇતિહાસકાર તરીકે પ્રસિદ્ધ આધારાનંદ સ્વામીની કેટલીક પ્રાસાદિક વાતો...
ધોળેરાના બાપુજી ભાઈનાં બહેન કરમડમાં રહેતાં તે ગઢપુર આવ્યાં અને પોતાના ભાઈ જે બાપુજી અને પૂંજાભાઈ તેને સાથે તેડી લાવ્યાં. તેના દ્વારાએ શ્રીહરિને વિનંતી કરી કે 'અમારે ગામ કરમડ પધારો અને ત્યાં અન્નકૂટનો ઉત્સવ કરી અમારા મનોરથ પૂરા કરો.' ફૂલીબાનો અતિ આગ્રહ જોઈને શ્રીહરિ બોલ્યા કે 'આવશું.' પછી તે બાપુજી ને પૂંજાભાઈ બોલ્યા કે 'આપ જ્યાં લગી તેને ગામ નહિ પધારો, ત્યાં લગી ફૂલીબા અહીં ગઢપુરમાં રહીને તમને પ્રસન્ન કરવા તપ કરશે, એમ તેમનો નિશ્ચય છે.'
તે સાંભળીને શ્રીહરિ બોલ્યા કે 'એવા પ્રેમી ભક્તોને માટે જ મેં અવતાર ધારણ કર્યો છે અને આગળ મેં આપેલાં વરદાન સત્ય કરવા તથા ભક્તજનોના મનોરથ પૂરા કરવા દેશ દેશમાં મારું વિચરણ છે, માટે તમો કરમડ પ્રથમ જાઓ અને સાથે પ્રજ્ઞાનંદ મુનિ, સવિત્રાનંદ મુનિ અને જેરામ બ્રહ્મચારીને લઈ જાઓ. અન્નકૂટની સર્વ સામગ્રી તૈયાર કરાવો. અમે દિવાળી ઉપર જરૂર આવીશું.' શ્રીહરિનું વચન સાંભળીને તે કરમડ ગયા.
શ્રીહરિ ગઢપુરથી ચાલ્યા તે બોટાદ થઈને રાણપુર ગયા. ત્યાંના ભક્ત જનોના મનોરથ પૂરા કરીને શ્રીહરિ ત્યાંથી ચાલ્યા તે ગામ લોયે ગયા. ત્યાં વણીએ થાળ કર્યો તે શ્રીહરિ જમ્યા. રસોઈ તૈયાર થઈ ત્યારે સંતોને જમાડ્યા. પછી જ્ઞાન વાર્તા કરી. સંત હરિભક્તોને આનંદ પમાડ્યા. શ્રીહરિ રાત ત્યાં રહ્યા. બીજે દિવસ થાળ જમી સર્વને જમાડીને ચાલ્યા તે પુર બહાર ખળાવાડમાં આવ્યા ત્યારે સૂરાખાચર બે હાથ જોડી બોલ્યા, 'કૃપાનાથ ! નાગડકું મારું ગામ છે ત્યાં પધારો.' ત્યારે ભેંસજાળના કાયાભાઈ બોલ્યા કે 'પ્રભુ ! હું સૂરાખાચર જેવો ધનાઢ્ય નથી, પણ ગરીબ તમારો દાસ છુ _. માટે મારે ગામ પધારો. આપ ગરીબનિવાજ કહેવાઓ છો.'
આ બંને ભક્તોનો આગ્રહ જોઈ શ્રીહરિ બોલ્યા કે 'મારે પક્ષપાત છે નહિ, પણ આ ઘોડી જ્યાં લઈ જાય ત્યાં મારે જવું.' એમ કહીને શ્રીહરિએ ઘોડીની લગામ છૂટી મૂકી દીધી. ત્યારે ઘોડી તો ભેંસજાળને મારગે ચાલી. ત્યારે કાયાભાઈ બોલ્યા કે 'ગરીબના બેલી તો ભગવાન છે.'
Vachanamrut Gems
Gadhadã II-17:
A Non-Believer can not Realise the Greatness of a Devotee
“… On the other hand, non-believers in the world, regardless of whether they are pundits or fools, are unable to develop such firm understanding of God. Moreover, they do not recognise a devotee possessing a staunch understanding, nor do they realise the greatness of a devotee of God. Therefore, only a devotee of God can recognise another devotee of God, and only he can realise his greatness…”
[Gadhadã II-17]