પ્રેરણા પરિમલ
જ્યાં નાસ્તિકને શ્રદ્ધા જાગે છે
લંડનમાં સને ૧૯૮૫માં યોજાયેલ કલ્ચરલ ફેસ્ટિવલ આૅફ ઇન્ડિયા મહોત્સવની મુલાકાતે ડેવીસ નામે એક બ્રિટિશ નાગરિક આવ્યા. એમને પ્રદર્શન અને મહોત્સવ - નગરની રચનામાં ઘણો રસ પડ્યો. એક સંતે વાતચીત દરમ્યાન એમને પ્રમુખસ્વામી મહારાજનાં દર્શન માટે આવવાનું કહ્યું. તેઓ કહે, 'હું તો ખાલી જોવા જ આવ્યો છું. હું ભગવાન કે અધ્યાત્મમાં માનતો નથી.' છેવટે તેઓ સ્વામીશ્રીને નમન નહીં કરવાની શરતે સ્વામીશ્રીને મળવા આવ્યા. સ્વામીશ્રી સાથે દશ મિનિટ વાર્તાલાપ થયો. વિદાય લેતાં એમણે કહ્યું, 'જો કે હું ભગવાનમાં માનતો નથી, પણ જો ભગવાન હોય અને એ ભગવાન જો આ પૃથ્વી પર આવવાની ઇચ્છા કરે, તો મને લાગે છે કે પોતાને રહેવા માટે એ ભગવાન આ સ્વામીજી કરતાં વધુ પવિત્ર વ્યક્તિ નહીં શોધી શકે.'
Vachanamrut Gems
Gadhadã II-24:
The Unhindered Devotee
“… Such a devotee of God is never enticed by any object other than the form of God. He realises, ‘With the exception of God’s Akshardhãm, the form of God in that Akshardhãm and His devotees in that Akshardhãm, everything else – all of the realms, the demigods, and the opulence of the demigods – is perishable.’ Realising this, he maintains profound love only for God. Such a devotee never experiences any sort of hindrances whatsoever.”
[Gadhadã II-24]