પ્રેરણા પરિમલ
સ્વામીશ્રી ન ભૂલ્યા
દિલ્હીમાં રાષ્ટ્રપતિ શ્રી ઝૈલસિંઘના નિમંત્રણથી પ્રમુખસ્વામી મહારાજ રાષ્ટ્રપતિ ભવનમાં પધાર્યા હતા. સ્વામીશ્રી પ્રત્યે તેમને અનહદ આદર હતો. પચ્ચીસ મિનિટની આધ્યાત્મિક ગોષ્ઠિ બાદ સ્વામીશ્રી વિદાય લેતા હતા, ત્યારે રાષ્ટ્રપતિ સ્વામીશ્રીને વળાવવા છેક નીચે મોટર સુધી આવ્યા. સામાન્ય રીતે પ્રોટોકોલ મુજબ રાષ્ટ્રપતિ કોઈ મહાનુભાવને આ રીતે વિદાય આપવા જતા નથી, પરંતુ સ્વામીશ્રી પ્રત્યેના અત્યંત આદરને લીધે રાષ્ટ્રપતિએ સ્વામીશ્રીને વળાવવા પ્રોટોકોલનાં બધાં જ બંધન તોડી નાંખ્યાં. છેક મોટર સુધી ચાલીને આવ્યા. રાષ્ટ્રપતિની ભાવભરી વિદાય લઈ સ્વામીશ્રી છૂટા પડ્યા અને રાષ્ટ્રપતિ ભવનના દરવાજા પાસે સ્વામીશ્રીએ મોટર થંભાવી. કારણ ? તેમને અહીંના દ્વારપાળને મળવું હતું. જે પ્રેમથી રાષ્ટ્રપતિને મળ્યા હતા તે જ રીતે તેમના દ્વારપાળને મળ્યા. ભવનમાં પ્રવેશતાં સમયે આ દ્વારપાળે આગળ જવાનો રસ્તો સૂચવ્યો હતો. સ્વામીશ્રી તેને ન ભૂલ્યા. તેને મળ્યા. દ્વારપાળને આશ્ચર્ય થયું, રાષ્ટ્રપતિ ભવનમાં પ્રવેશતા અનેક મહાનુભાવો-માંધાતાઓને તેણે આમ રાષ્ટ્રપતિભવનનો માર્ગ બતાવ્યો હતો, પરંતુ રાષ્ટ્રપતિને મળવા જનાર કે મળીને આવનાર કોઈએ, આવું સૌજન્ય ક્યારેય દર્શાવ્યું નહોતું. સ્વામીશ્રીના નિર્મળ પ્રેમ આગળ તે ગદ્ગદ થઈ ગયા.
Vachanamrut Gems
Vartãl-14 :
For Whom is There no Means for Redemption?
“… there are no means to be redeemed for one who has maligned the Satpurush…”
[Vartãl-14 ]