પ્રેરણા પરિમલ
સંસ્કાર વારસાની ટ્રેનિંગ
હરિભક્તોની મુલાકાત બાદ રાત્રે ૧૦-૧૦ વાગે પ્રમુખસ્વામી મહારાજ ઊભા થઈ રહ્યા હતા એ દરમ્યાન કિશોરભાઈ રાવ તેમના બે પૌત્રો દર્શને આવ્યા. વૃદ્ધ હોવા છતાં કિશોરભાઈએ ઠાકોરજીને દંડવત્ કર્યા અને બંને કિશોરો એમ ને એમ ઊભા રહ્યા.
આ જોઈને સ્વામીશ્રી તેઓને કહે :'આ તમારા દાદા ઘરડા છે, તોય દંડવત્ કરે છે. અને તમે ઠાકોરજીને દંડવત્ પણ ન કર્યા ?' આટલું કહીને સ્વામીશ્રીએ તેમને દંડવત્ કરવાનું કહ્યું.
બંને કિશોરોએ એક દંડવત્ કર્યો. એટલે સ્વામીશ્રીએ તરત જ કહ્યું, 'એકથી કેમ અટક્યા? વધારે કરો.'
મોટો પૌત્ર પાઇલોટની ટ્રેનિંગ લઈ રહ્યો છે. એટલે સ્વામીશ્રીએ તેને કહ્યું કે 'તું પાઇલોટની ટ્રેનિંગ લે છે. તો હું પણ તને એક ટ્રેનિંગ આપું છુ. ભગવાનને રોજ પ્રાર્થના કરજે, દંડવત્ કરજે અને ભગવાનનું ભજન કરજે, તો સારામાં સારા પાઇલોટ અને ભક્ત થવાશે.' (તા. ૦૯-૦૭-૨૦૦૬, બોચાસણ.)
Vachanamrut Gems
Loyã-16:
Eradicating Egotism
Thereupon, Muktãnand Swãmi asked, "Mahãrãj, how can egotism be eradicated?"
Shriji Mahãrãj explained, "He who thoroughly realises the greatness of God cannot be egotistical…"
[Loyã-16]