પ્રેરણા પરિમલ
બાળશિષ્યો સાથે અધ્યાત્મ ગોષ્ઠિ
યોગી અને કુશ નામના બે બાળકો પ્રમુખસ્વામી મહારાજ પાસે આવ્યા અને કહ્યું, 'બાપા, અમે સ્વામીની બે વાતો મોઢે કરી છે.'
સ્વામીશ્રીએ તેમનો ઉત્સાહ જોઈ તેમને મોંઢે કરેલી સ્વામીની વાતો બોલાવાની અનુમતિ આપી.
યોગી બોલ્યો :'કેટલાકને મન રમાડે છે અને કેટલાક મનને રમાડે છે.'
'તેં મનને રમાડ્યું ?' સ્વામીશ્રીએ પૂછ્યું.
'હા.' યોગીએ ઉત્તર આપ્યો.
સ્વામીશ્રીએ તેને આ વાતનો સચોટ અને સરળ અર્થ સમજાવતાં કહ્યું, 'તારું મન ના પાડે તો પણ તું મંદિરે આવ્યો ને ! એ મનને રમાડ્યું કહેવાય.'
યોગીએ પછી પોતાની એક ભૂલનો સ્વીકાર કરતાં કહ્યું :'આપે મને હોટલ કે લારીનું ન ખાવાનો નિયમ આપ્યો હતો. આ નિયમ પાળ્યાને એક વર્ષ થઈ ગયું. એમાં વચ્ચે એક-બે વાર મેં બહારની સેન્ડવીચ ખાઈ છે.'
એનો આ નિષ્કપટભાવ જોઈને સ્વામીશ્રી રાજી થયા અને બળ આપતાં કહ્યું, 'જો, મન કેવું છેતરી ગયું ? હવે ધ્યાન રાખજે, હોં. આપણે બહારનું ખાવું જ નથી. એમાં કોઈ પ્રકારની શુદ્ધિ ન હોય. તેનાથી સ્વાસ્થ્ય અને મન બંને બગડે. હવે મન દૃઢ રાખજે.'
બંને બાળકોને મનની સાથે કવાયત કરવાનો પાઠ સ્વામીશ્રીએ સહજતાથી શીખવી દીધો. (તા. ૯-૦૭-૨૦૦૬, બોચાસણ)
Vachanamrut Gems
Gadhadã II-60:
I Feel a Devotee's Distress in My Heart
“Having said this though, if a devotee of God encounters some sort of distressing hardship, it is not as if I do not realise it; I very much do feel it in My heart…”
[Gadhadã II-60]