પ્રેરણા પરિમલ
બધું ભગવાનના હાથમાં છે...
એક યુવક સ્વામીશ્રીનાં દર્શને આવ્યો. આ યુવકને સંતાનમાં એક દીકરી હતી. તાજેતરમાં બીજી દીકરીનો જન્મ થતાં આ યુવક સહિત આખું ઘર હતાશ થઈગયું હતું. સૌને આપઘાત કરવાના વિચાર આવતા હતા.
સ્વામીશ્રીએ તેને વાસ્તવિકતા સમજાવીને બળ આપતાં કહ્યું: 'રડવાથી કે આપઘાત કરવાથી દીકરો ઓછો આવશે ? દીકરો આવવો કે દીકરી એ આપણા હાથમાં ઓછુ _ છે ? એ તો ભગવાનના હાથમાં છે. ભગવાન જે કરે છે એ આપણા સારા માટે જ કરે છે, માટે દુઃખ ના રાખવું. ભજન કર, ભગવાનને પ્રાર્થના કર, તારો સંકલ્પ પૂરો થશે અને કદાચ નહીં થાય તો દીકરીઓને પણ દીકરા જેવી જ માનીને મોટી કરજે. આ બંને દીકરીઓ દીકરા કરતાં પણ સવાઈ સેવા કરશે.'
સ્વામીશ્રીની અસ્ખલિત પ્રેમધારાએ એ યુવકની ભ્રમણાનાં જાળાં છેદી નાંખ્યા.
Vachanamrut Gems
Gadhadã II-16:
Instant Enlightenment
“In comparison, one who has strong shraddhã becomes enlightened immediately…”
[Gadhadã II-16]