પ્રેરણા પરિમલ
એક હરિભક્તને ...
તા. ૨૮-૨-૨૦૦૭, ભાવનગર.
એક હરિભક્તને તમાકુનું વ્યસન હતું. સ્વામીશ્રી એને કહે, 'તમારે ક્યારે તમાકુ છોડવાનું છે?'
'હુકમ થાય ત્યારે.'
'અત્યારે જ હુકમ કરીએ તો?'
'તો અત્યારે જ.'
'તો હુકમ કરીએ છીએ. મહારાજ-સ્વામી, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજને સંભારીને છોડો. ૧૫-૨૦ દિવસ આકરું લાગશે, પણ પછી સુખી થઈ જશો.'
એ હરિભક્તના ધાર્યા બહાર હુકમ થઈ ગયો અને સહેજે વ્યસન છૂટી ગયું!
Vachanamrut Gems
Gadhadã II-13:
When God Incarnates on Earth
“… In this realm, He appears to be like a human being, but He is not; He is the lord of Akshardhãm…”
[Gadhadã II-13]