પ્રેરણા પરિમલ
જમાડવાની ખુશી
એકવાર રાજકોટ, ચોટીલા, સાયલા થઈ રાતે ૮-૫૫ વાગ્યે પ્રમુખસ્વામી મહારાજ લીંબડી પધાર્યા. મુસાફરીમાં આગળ નીકળી જવું હતું, તેથી સ્વામીશ્રીને અહીં ભોજન માટે રોકાવું નહોતું. છતાં ભક્તોએ ભોજન માટે ખૂબ આગ્રહ કર્યો, એટલે તેમણે તૈયાર રાખેલ પ્રસાદ મોટરમાં જ લઈ લીધો. લીંબડીથી નીકળ્યા. ચાલુ ગાડીએ એક ડીશમાં મેંદુવડાં અને ચટણી કાઢી ઠાકોરજીને ધરાવ્યાં. એકાદ અંગીકાર કર્યા પછી સ્વામીશ્રી પોતાના વાહનચાલક ઇન્દ્રવદનભાઈ સામું જોઈ કહે, 'આ ઇન્દ્રવદન ગાડી ચલાવે છે, તે કેવી રીતે નાસ્તો લેશે ? લાવો, હું આપું.' સ્વામીશ્રીના મુખ પર અજબ ખુશાલી રમી રહી હતી. ચટણીમાં બોળી બોળી સ્વામી ઇન્દ્રવદનના હાથમાં એક પછી એક આપતા ગયા ! આવો લહાવો તો કોણ ચૂકે ? ઇન્દ્રવદનને તૃપ્ત કર્યા પછી સ્વામીશ્રી હસતાં હસતાં કહે, ''અત્યાર સુધી આપણે પૂછતાં, 'ઇન્દ્રવદન જમ્યો ?' પણ આવો જમાડવાનો લાભ તો આજે મળ્યો !''
ગુરુના દરજ્જાથી તદ્દન અભાન બન્યા વિના, સાચા વાત્સલ્યની અગાધતા વિના અને માતાની મમતા પ્રગટ્યા વિના આવું કેમ સંભવે ?
Vachanamrut Gems
Gadhadã III-17:
Nothing is Greater than to do as God Likes
“In fact, with this body, nothing is greater than to do as God likes. That in itself is bhakti. In fact, only by doing this does one attain God. That is why egotism, jealousy, lust, anger, avarice, etc., are all obstacles on the path of liberation and should be discarded.
[Gadhadã III-17]