પ્રેરણા પરિમલ
દિગંતમાં ડંકા - ૩૬
લીરા, તા. ૧૬-૩-'૭૦
શ્રી મગનભાઈને ઘરે યોગીજી મહારાજ ઠાકોરજી જમાડી રહ્યા હતા. સ્વામીશ્રીને બહુ પાણી પીતા જોઈ સેવકોએ સૂચન કર્યું :
'બાપા, જમતી વખતે પાણી ઓછું પીવું ને જમવું વધારે.'
'ના, એ ન થાય. પહેલાં અમે ઉપવાસ બહુ કરેલા તેથી તેની ગરમી ચડી ગઈ છે. તેથી પાણી બહુ પીવું પડે છે', સ્વામીશ્રીએ સૌ સેવકોને સમજાવી દીધા. ઘણીવાર પોતે એવી તો વાતો કરે કે આપણને સમજાય નહિ, હસવું પણ આવે. પણ સામે કોઈ દલીલ આપણને સૂઝે નહિ. આપણે ચૂપ થઈ જવું પડે. આમ, નિર્દોષ ગમ્મત હંમેશાં થતી રહેતી. પણ એ વાત તો સાચી જ હતી કે મહિનામાં ક્યારેક ૮થી ૧૦ જેટલા નિર્જળા ઉપવાસ વર્ષો સુધી (લગભગ ૬૦ વર્ષ સુધી) એકધારા કરવાને કારણે સ્વામીશ્રીની હોજરી - પાચનશક્તિ અત્યંત નિર્બળ થઈ ગયેલી.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã I-73:
Conquering Lust
"… So, conquering lust is the most difficult of all spiritual endeavours. Nevertheless, a person who has the firm strength of the upãsanã of God, has become absolutely free from desires for vishays, and is firmly resolute in remaining free of worldly desires becomes free of lust by the grace of God."
[Gadhadã I-73]