પ્રેરણા પરિમલ
પ્રમુખ છતાં નાનામાં નાની સેવા કરે
યોગીજી મહારાજના સમયની વાત. સારંગપુરમાં જળઝીલણી એકાદશી બાદ બધા હરિભક્તો પારણાં કરીને વિદાય થયા. બપોરે આરામ કર્યા બાદ તેમના સહયોગી સંત પ્રમુખસ્વામી મહારાજનું કામ પડવાથી તેમને શોધવા નીકળ્યા, પરંતુ સ્વામીશ્રી ક્યાંય દેખાયા નહીં. અંતે તપાસ કરતાં કોઈક દ્વારા માલૂમ પડ્યું કે સ્વામીશ્રીને ક્યાંક મંદિરની પાછળની બાજુએ જતા જોયા હતા. સંતે ત્યાં જઈને જોયું તો માલૂમ પડ્યું કે સ્વામીશ્રી તો હરિભક્તોનાં સંડાસ સાફ કરી રહ્યા હતા ! થયેલું એવું કે મંદિરની પાછલી બાજુના સંડાસમાં સમૈયાને કારણે ગંદકી ઘણી થઈ હતી. એ સાફ થયાં ન હતાં. સ્વામીશ્રી કછોટો વાળીને જાતે સાફ કરી રહ્યા હતા. કુંડમાંથી પાણીની ડોલ ભરીને લાવે અને સાવરણાથી સંડાસ સાફ કરે. સંત ત્યાં પહોંચી ગયા અને કહ્યું કે આપ રહેવા દ્યો, અમે સાફ કરી નાખીશું, પણ સ્વામીશ્રી ન માન્યા. કહે, 'સાફ તો કરવાના જ છે ને ? હું કરું કે બીજો કરે ! તમે મને રોકવાના બદલે થોડી મદદ કરો. તમે પાણી લાવો, હું સાફ કરું.' પછી સંત કુંડમાંથી ડોલ ભરીને પાણી લાવે અને સ્વામીશ્રી સંડાસ સાફ કરે.
સંપૂર્ણ સફાઈ થઈ, ત્યારબાદ જ સ્વામીશ્રી ત્યાંથી બહાર આવ્યા ! એ સંતને લાગ્યું કે સંસ્થાના પ્રમુખ હોવા છતાં આવી સૌથી નીચી સેવા કરનારા જ સાચા પ્રમુખ છે ! આવા પ્રમુખ દુનિયામાં દુર્લભ છે.
Vachanamrut Gems
Gadhadã II-22:
An Ekantik Bhakta Summarized
“…‘An ekãntik bhakta does not believe his body to be his own true form; he believes himself to be chaitanya. He does bhakti of God while observing dharma, gnãn and vairãgya. Also, he maintains no desire for any object other than God.’…”
[Gadhadã II-22]