પ્રેરણા પરિમલ
કેવો સતયુગ કહેવાય?
યોગીજી મહારાજે એવો નિયમ ઘડેલો કે પોતાની સેવામાં જે યુવકો આવે એમણે પાંચ દિવસે એક ઉપવાસ કરવો જ પડે. કોઈ નવા યુવકો આવે અને સ્વામીશ્રીની સેવાનો લાભ લે ત્યારે એમને પણ ઉપવાસ મળે જ.
એક દિવસ સ્વામીશ્રીની સેવામાં એક નવીન ચહેરો દેખાયો. સ્વામીશ્રીએ પૂછ્યું : 'તમે કોણ ?'
'બાપા, હું વીરમગામમાં રહું છું. અને વિદ્યાનગરમાં ભણું છું.'
'શું ભણો છો ?'
'કોમર્સમાં છું.'
'શું નામ ?'
'મહેન્દ્ર.'
'કાલે ઉપવાસ કરશો ?'
યુવકે આજ્ઞા સ્વીકાર સાથે માથું નમાવ્યું. તુરત યોગીબાપાએ બે થાપા આપતાં કહે છે, 'કો' ઉપવાસ કરીશ.' અને યોગીબાપાના હેત અને તેમના થકી ઉપવાસની મહત્તા જાણી યુવકે હોંશે હોંશે ઉપવાસ કર્યો. આવા પ્રસંગો 'યોગી યુવક ઉપવાસ કોલેજ'ના કાર્યક્રમ હેઠળ રોજબરોજ બનતા. કેટલાક યુવકો પોતાની શાળાના અથવા કૉલેજના મિત્રને સ્વામીશ્રીનાં દર્શને લઈ આવે. એમાં અનેક રંગીલા ચહેરા હોય. કેટલાંક કુતૂહલતાથી, કેટલાંક મિત્રના આગ્રહથી, કેટલાંક સ્વેચ્છાથી દર્શને આવ્યા હોય. સત્સંગી યુવક સ્વામીશ્રીને પોતાના મિત્રનો પરિચય કરાવે. તુરત જ સ્વામીશ્રી એને હેતથી બોલાવી, ઓળખાણ પૂછી અને વ્હાલથી ઉપવાસની આજ્ઞા કરેõ. અને તે યુવાન પ્રેમથી ઉપવાસ વધાવી લે. કેટલીકવાર તો નાનાં નાનાં બાળકો પણ સ્વામીશ્રી પાસે ઉપવાસ લેવા દોડી આવતા.
એક વખત જળઝીલણી એકાદશીને દિવસે સ્વામીશ્રીની આજ્ઞાથી ૧૨૬ યુવકો તથા બાળકોએ ઉપવાસ કરેલા. તેમાં એક બાળક (હરિકૃષ્ણ બળવંતરાય બ્રહ્મભટ્ટ, મુંબઈ) જેમને સ્વામીશ્રી વ્હાલથી 'સેમ્પલ' કહેતા એણે પણ ઉપવાસ કરેલો. સ્વામીશ્રીએ એમને સભામાં ઊભા કરી સૌને કહ્યું : 'આવા નાનાં છોકરાંઓથી એક ટંક પણ ભૂખ્યા રહેવાય ? તેમને દિવસમાં ચાર-પાંચ વાર ખાવા જોઈએ. પણ ભગવાન સ્વામિનારાયણના પ્રતાપથી તે નિર્જળા ઉપવાસ કરે. કેવો સત્યુગ કહેવાય !'
હરિજયંતી અને જન્માષ્ટમી વગેરે મોટા ઉત્સવોના દિવસે તો યોગીજી મહારાજ અગાઉથી ઉપવાસ માટે નોંધ કરાવે. દરેક યુવક સ્વેચ્છાથી પોતાનું નામ નોંધાવે. ઘણીવાર તો આ સંખ્યા સોનો આંકડો પણ વટાવી જાય. સ્વામીશ્રી ઉપવાસી યુવકોને ખૂબ આશીર્વાદ આપે. એમના પ્રેરણા-બળથી કોઈને ઉપવાસનો શ્રમ જણાય નહિ. સ્વામીશ્રી સૌને પ્રેમથી પારણાં પણ કરાવે.
Vachanamrut Gems
Gadhadã II-16:
For Those Who have Little Vairagya
“… Furthermore, for those who have little vairãgya, remaining within niyams is the only way of being saved, just as an ailing person can be cured only if he controls his diet and completes his course of medication."
[Gadhadã II-16]