પ્રેરણા પરિમલ
કષ્ઠ વેઠીને સગવડ આપી
સને ૧૯૬૫માં બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજનો શતાબ્દી મહોત્સવ ઊજવાઈ રહ્યો હતો. મહા સુદ પાંચમનો મુખ્ય મહોત્સવ હતો. એની આગલી રાત્રે એટલે કે મહા સુદ ચોથની રાતે પ્રમુખસ્વામી મહારાજ સભાની સમગ્ર વ્યવસ્થા તથા અન્ય પૂર્વ તૈયારી પતાવી રાતના લગભગ બે વાગ્યે આરામ કરવા આવ્યા. ઠંડીના દિવસો હતા. સ્વામીશ્રી સૂતા ત્યાં જ નડિયાદના એક હરિભક્ત આવીને સ્વામીશ્રી જ્યાં સૂતા હતા, એ ઓરડાનું ખુલ્લું બારણું ખટખટાવવા માંડ્યા. સ્વામીશ્રી જાગી ગયા. પેલા ભાઈ તો બોલવા લાગ્યા કે અહીં કોઈ ધ્યાન રાખતું નથી. ઉતારો નથી મળ્યો અને ગાદલાં-ગોદડાંની વ્યવસ્થા નથી. એ ભાઈ રાતના આવા કસમયે આવેલા એટલે એવી બધી વ્યવસ્થા ક્યાંથી થાય ? સ્વામીશ્રીએ આ સાંભળીને પોતાનું ગાદલું, રજાઈ અને ઓશીકું એ ભાઈને આપી દીધું.
પછી ઓરડામાં આવીને સામાન્ય રજાઈ પર સૂઈ ગયા. સ્વામીશ્રીએ આવા કસમયે આવનારને પણ પોતે કષ્ટ વેઠીને સગવડ કરી આપી.
Vachanamrut Gems
Gadhadã II-27:
Having no Trace of Impure Desires
“… Therefore, one who wishes to attain liberation should do whatever pleases the great Purush. Such a Purush becomes pleased when there are no traces of impure desires left within one’s heart…”
[Gadhadã II-27]