પ્રેરણા પરિમલ
કો' સિનેમા નહી જોઈએ...
મુંબઈમાં સવારે બાળમંડળની સભામાં યોગીજી મહારાજ પધાર્યા. બાળકોએ તૈયાર કરેલા 'યોગી અંક'નું ઉદ્ઘાટન કર્યું. પછી બાળકોને આશીર્વાદ આપતાં સ્વામીશ્રીએ કહ્યું :
'આપણે સિનેમા ન જોવી અને બજારનું ન ખાવું.' પછી આગળ કહ્યું, 'બોલો, સિનેમા કોણ જુએ છે ? આંગળી ઊંચી કરો.'
ટી.વી.-સિનેમા જોતા બાળકોએ નિર્દોષભાવે તુરત આંગળી ઊંચી કરી.
યોગીજી મહારાજે બાળવાત્સલ્ય સાથે કહ્યું, 'સિનેમા ન જોવાય. કો' નહિ જોઈએ.' બધાં બાળકો તે પ્રમાણે સમૂહમાં બોલ્યાં.
પછી પૂછ્યું, 'બજારનું કોણ ખાય છે ? આંગળી ઊંચી કરો.' તુરત નાની નાની ઘણી આંગળીઓ ઊંચી થઈ.
એટલે સ્વામીશ્રીએ તરત કહ્યું, 'બજારનું ન ખાવાય. કો' નહિ ખાઈએ.' બધાં બાળકો તે પ્રમાણે સાથે બોલ્યાં.
નિર્દોષતા સાથે સહૃદયતાનું એક નૌતમ દૃશ્ય નિહાળતા ઊભેલા બીજા પણ નાના-મોટા સૌ હરિભક્તોના હૃદયમાં આ આદેશનો પડઘો પડ્યો.
Vachanamrut Gems
Gadhadã II-21:
The Only Means to Liberation
“… For the purpose of liberation, however, realising God to be the all-doer is the only means.”
[Gadhadã II-21]