પ્રેરણા પરિમલ
દિગંતમાં ડંકા - ૧૩
નૈરોબી, તા. ૧૩-૨-'૭૦
અહીં શ્રી નાગજીભાઈની મોટરના આફ્રિકન ડ્રાઈવરે, યોગીજી મહારાજ પાસે વર્તમાન ધારણ કર્યા. સ્વામીશ્રી અવારનવાર શ્રી નાગજીભાઈની ગાડીમાં બેઠા હોય ત્યારે તથા બીજા થકી એણે જાણ્યું કે, દીકરાઓને સાધુ કરવા માટે સ્વામીશ્રી હરિભક્તોને વાતો કરે છે. કોણ જાણે કેમ પણ આ વાતોની ચાનક તેને લાગી અને તેણે સ્વામીશ્રીને પ્રાર્થના કરી :
'બાપા, મારા આ બે દીકરાને તમે સાધુ કરવા લઈ જાવ.'
રાજી થઈ સ્વામીશ્રીએ આશીર્વાદ આપ્યા ને કહ્યું, 'દાદર મંદિરે સેવા કરશે.'
સંસ્કાર અને ભાષાની વિભિન્નતા છતાં એક આફ્રિકન મુમુક્ષુના હૃદય સુધી સ્વામીશ્રીનો સંદેશ કેવી રીતે પહોંચ્યો એ પણ એક આશ્ચર્ય સૌએ અનુભવ્યું !
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã I-78:
Missing Element for Developing Affection for God
Then Motã Yogãnand Swãmi asked, "Despite having perfect faith in God, why does a person still not develop affection for God and discourses related to God?"
Shriji Mahãrãj explained, "It is because he has not yet realised the greatness of God as it is. If a person does thoroughly realise the greatness of God, then he does not develop affection for anything besides God, even if he tries. In addition, he develops unflinching affection only for God, His Sant, and the discourses and devotional songs related to God."
[Gadhadã I-78]