પ્રેરણા પરિમલ
નિર્દોષબુધ્ધિ એ જ ભક્તિ
જેમ સોયની પાછળ દોરો ચાલ્યો આવે તેમ યાગીજી મહારાજના આદેશમાં એક અભિપ્રાય સારધાર જણાય છે. ક્યારેક તેઓ સ્વાનુભવ ટાંકતા કહેતા, 'આજ દિવસ સુધી અમને સત્સંગમાં કોઈનો પણ અવગુણ આવ્યો નથી, અભાવ થયો નથી. બધા જ સંતો-હરિભક્તોમાં દિવ્યભાવ જ અખંડ રહ્યો છે. ઓહોહો ! શ્રીજીમહારાજના સંબંધવાળા ભક્તો ક્યાંથી ?' આ છે એમની અલૌક્કિ દૃષ્ટિ.
એક વાર ગોંડલમાં પ્રાતઃવિધિથી પરવારી સ્વામીશ્રી ઠાકોરજીનાં દર્શને મંદિરે પધાર્યા. સ્વામીશ્રી દર્શન કરતા બહુ બારીકાઇથી આજુબાજુની સજાવટનું નિરીક્ષણ કરતા અને જરૂરી સૂચનો આપતાં. ધનુર્માસ ચાલતો હોવાથી સવારે ઠાકોરજી થાળ જમી ભણવા જાય એ ભાવના સૂચવતા શણગાર કરવામાં આવ્યા હતા. આ વિધિમાં ઠાકોરજી સમક્ષ પાટી તથા પુસ્તકો ગોઠવવામાં આવે છે. પાટીમાં કોઈ ઉપદેશાત્મક સૂત્ર પણ લખાય. પાટી ઉપર નજર પડતા સ્વામીશ્રી બોલ્યા, 'આજે પાટી કેમ લખીને મૂકી નથી ?'
'બાપા, આજે મોડું થઈ ગયું તેથી વખત ન રહ્યો. વળી, રોજ રોજ શું લખવું તે પણ સૂઝતું નથી.' સેવા સંભાળતા નિરંજન સ્વામીએ નમ્રતાથી કહ્યું.
એક ક્ષણના પણ વિલંબ વગર સ્વામીશ્રી બોલી ઊઠ્યા : 'લખી નાંખો, નિર્દોષબુધ્ધિ એ જ ભક્તિ !' સ્વામીશ્રીનો આ અંતર્ગત અભિપ્રાય સૌને પ્રતીત થયો.
Vachanamrut Gems
Gadhadã II-16:
Observing Niyams are the Only Means to Overcoming Desires
“… Therefore, the only means to overcome the desires for the panchvishays is to follow the niyams prescribed by God…"
[Gadhadã II-16]