પ્રેરણા પરિમલ
બાળકનું મન રાખ્યુ
બેંગલોરથી પ્રમુખસ્વામી મહારાજ વિદાય લઈ રહ્યા હતા. સ્ટેશને સેંકડો ભક્તો તેમને વળાવવા આવ્યા. ટ્રેનમાં સૌ ગોઠવાઈ ગયા. સમય હતો, તેથી પ્લૅટફૉર્મ પર સ્વામીશ્રીએ આછા અંધકારમાં પત્રલેખન કર્યું. ટ્રેનની વ્હીસલ વાગી ને ટ્રેનમાં ચડ્યા. ડબ્બામાં બારણાનો હાથો પકડી ઊભા રહ્યા. બસ ! ટ્રેનને ઊપડવાની આ છેલ્લી પળ હતી. સૌ ભક્તો આર્દ્રભાવે સ્વામીશ્રીનાં દર્શન અને મનોમન પ્રાર્થના કરી રહ્યા હતા. વળાવવા આવેલા આ ભક્તો પર સ્વામીશ્રી વિદાયની છેલ્લી દૃષ્ટિ કરી રહ્યા હતા. તેવામાં એક નાનો બાળક આવી ચડ્યો ને નોટ-પેન ધરીને બારણાનો હાથો પકડીને ઊભા રહેલા સ્વામીશ્રીને કહે : 'સહી કરી આપો ને !' તરત સ્વામીશ્રી કહે, 'લાવો, લખી દઈએ.' એમ કહી બાળકને સહી કરી આપી.
Vachanamrut Gems
Vartãl-20:
Knowing What is True and False
“After a person has thoroughly known that which needs to be known – that this is true and this is false – he realises that except God’s form, all worldly forms are full of terrible miseries, and that they are all perishable. Also, he realises himself to be the ãtmã, distinct from his body, his indriyas and his antahkaran. After this, there is no object that would be strong enough to seduce him. This is because he sees all worldly forms as worthless. So, even if all of the indriyas of a person in whose heart such understanding has become firmly rooted were to extend outwards on the path of pravrutti, still he would not be disturbed by lust, anger, etc.”
[Vartãl-20]