પ્રેરણા પરિમલ
બધે જ સરખું લાગે
પ્રમુખસ્વામી મહારાજ જ્યારે સારંગપુર પધારે, ત્યારે ત્યાં અભ્યાસ કરતા દોઢસો સંતો-પાર્ષદોને કથા-વાર્તા અને દર્શનનો દિવ્ય આનંદ મળે. સ્વામીશ્રીને સંતો ઘેરી વળે અને સ્વામીશ્રી તેમની સાથે બ્રહ્માનંદ કરે. સ્વામીશ્રી એકવાર આવી રીતે લાંબો સમય સારંગપુર રોકાઈને ગોંડલ પધાર્યા, ત્યાં સંતો-ભક્તોની ભીડ ઓછી હતી. સ્વામીશ્રી પત્રલેખન કરી રહ્યા હતા. તે જોઈ નારાયણમુનિ સ્વામીએ સ્વામીશ્રીને પૂછ્યું, 'આપ સારંગપુરથી સંતો, પાર્ષદોની આટલી ભીડમાંથી અહીં શાંતિમાં આવ્યા, તો કંઈ હાશ જેવું લાગે ?'
સ્વામીશ્રીએ સહજતાથી કહ્યું, 'આપણે તો જંગલમાં પણ સરખું અને મહેલમાં પણ સરખું. ઝાઝું હોય તોય સરખું અને થોડું હોય તોય સરખું ને આપણે તો સારંગપુર હોઈએ કે અહીં, બધે જ ભક્તિમય વાતાવરણ હોય, એટલે એમાં શું જુદું લાગે ? બધે જ ભગવાનના ભક્તો, સંતો હોય એટલે ફરક ન લાગે.'
Vachanamrut Gems
Gadhadã II-32:
Without the Bhakti of God
“… Without the bhakti of God, though, vairãgya, ãtmã-realisation and dharma alone are not capable of allowing the jiva to transcend mãyã…”
[Gadhadã II-32]