પ્રેરણા પરિમલ
વર્તન દ્વારા પ્રેરણા
૧૯૮૭ના વર્ષમાં ગુજરાતમાં દુષ્કાળ હતો, ત્યારે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પશુઓ માટે ચાર કેટલકૅમ્પ ખોલવામાં આવ્યા હતા. અનેક મહાનુભાવો, દાતાઓને આ કેટલકૅમ્પનું આયોજન ગમી ગયું હતું.
મુંબઈમાં એક સજ્જનને આ વાતની ખબર પડી. તેઓ દાનવીર હતા. તેમને પ્રમુખસ્વામી મહારાજ તથા સંસ્થાના કાર્યમાં વિશ્વાસ હતો. પોતાનું નાણું આ સંસ્થાને આપીશું તો ગેરવલ્લે નહીં જ જાય. એવા વિશ્વાસ સાથે તેઓ સ્વામીશ્રી પાસે આવ્યા અને કહ્યું : 'મારે આપની સંસ્થા દ્વારા ચાલતા કેટલકૅમ્પમાં એક લાખ રૂપિયા આપવા છે.'
સ્વામીશ્રીએ કહ્યું : 'આ રકમ અમરેલી, ગઢડા, બોટાદ વગેરે ગામોમાં અન્ય સંસ્થાઓ દ્વારા કેટલકૅમ્પ ચાલે છે, તેમાં આપો.' પેલા ભાઈએ કહ્યું : 'ના, સ્વામીજી ! રૂપિયા તો આપના કેટલકૅમ્પમાં જ આપવા છે. તેમાં મને વિશ્વાસ છે. બીજે આ રકમનું શું થશે એ કોને ખબર ?' પણ સ્વામીશ્રીએ તો આ દ્રવ્ય આગ્રહપૂર્વક અન્ય પાંજરાપોળને મોકલાવ્યું. પોતાની જ સંસ્થામાં દ્રવ્ય ભેગું થાય અને અન્ય પાંજરાપોળમાં પશુઓ ભૂખે મરે એ કેમ ચાલે ? સ્વામીશ્રી માત્ર વાણીથી જ નહીં, પણ વર્તનથી ને વ્યવહારથીયે ઘણી પ્રેરણા આપી જાય છે.
Vachanamrut Gems
Gadhadã II-51:
Only Behaving as the Atma does one Become Happy
“… Thus, as long as the influence of the gunas remains within a person, he will never experience happiness; only when he behaves as the ãtmã does he become happy.”
[Gadhadã II-51]