પ્રેરણા પરિમલ
બાળકોના વિકાસ માટે તત્પર
એક વખત પ્રમુખસ્વામી મહારાજ સુરત જિલ્લામાં સાંકરી ગામમાં વિરાજમાન હતા. ત્યારે ઉકાઈ ખાતે સંસ્થા દ્વારા ચાલતા છાત્રાલયના વિદ્યાર્થીઓ સ્વામીશ્રીનાં દર્શને આવ્યા હતા. એ આદિવાસી ભાઈઓ હતા. સ્વામીશ્રીએ છાત્રાલયના સંચાલનની બધી વિગતો પૂછી. પછી ખોરાક અંગે પૂછ્યું : 'સવારે નાસ્તો શો આપો છો ?'
'બટાકા પૌંઆ, ચણા... દૂધ વગેરે આપીએ છીએ.'
'દૂધ કેવું આપો છો ?'
'સહેજ પાતળું આવે છે.' સંચાલકે કહ્યું.
'ના, એવું ન ચાલે. છોકરાઓનું શરીર બગડે એવું ન કરવું. ખોરાક સારો મળે, શરીર સારું રહે, અભ્યાસ સારો કરે અને સંસ્કાર સારા મળે. આ વસ્તુ ઉપર બરાબર ધ્યાન રાખવું, એ માટે ખર્ચ થાય તો વાંધો નહીં.'
ગરીબ આદિવાસી બાળકોના વિદ્યાર્થી જીવનના સ્વાસ્થ્યની ખેવના સાથે તેમને જે સંસ્કાર પ્રાપ્ત થાય, તેની આગળ પૈસા તો તુચ્છ છે.
Vachanamrut Gems
Gadhadã III-29:
If one Develops Deep Affection for the Great Sant like one has for God…
“… If someone who is deficient in vairãgya does renounce, then his renunciation will not endure throughout his life. After one year, two years, or after even ten years, difficulties will definitely arise in his renunciation.”
[Gadhadã III-29]