પ્રેરણા પરિમલ
અપમાન કરનારનું પણ હિત
લંડનમાં સુવર્ણતુલાના દિવસે જ સાંજે એક વ્યક્તિએ ગેરસમજથી પ્રમુખસ્વામી મહારાજનું અપમાન કર્યું, ઊંચે સાદે અને જેમ ફાવે તેમ બોલી નાખ્યું. સ્વામીશ્રીએ ધીરજથી એ સાંભળ્યા કર્યું અને સહજભાવે સેવકને કહ્યું : 'આ ભાઈને જમાડી દેજો.' પેલા ભાઈના અઘટિત શબ્દોથી સ્વામીશ્રીના મુખભાવ ઉપર કશો ફેર પડ્યો નહોતો. સ્વામીશ્રીની સુવર્ણતુલાનો પ્રસંગ ઊજવાયો હતો તે વખતે એટલા મોટા સન્માનની જેમ સ્વામીશ્રી ઉપર કશી અસર નહોતી તેમ આ અપમાનની પણ કશી અસર નહોતી.
Vachanamrut Gems
Gadhadã III-22:
Fruits of Bhakti
“… One who cultivates this inclination of profound, loving bhakti loses all attachment to the panchvishays and is able to maintain ãtmã-realisation without even having to try.”
[Gadhadã III-22]