પ્રેરણા પરિમલ
'સત્સંગની અને ભણતરની વાતો કરવી.'
રાત્રે ભોજન દરમ્યાન 'સ્વામિનારાયણ પ્રકાશ'માં એ.સી. બ્રહ્મભટ્ટ લિખિત લેખ સ્વામીશ્રી સમક્ષ વંચાઈ રહ્યો હતો. લેખવાંચન દરમ્યાન સામે બેઠેલા યુવકોને સંબોધીને સ્વામીશ્રી કહે : 'તમે તમારા બાળકોને ક્યારેય બોલાવીને વાત કરો છો ખરા !' જૈમિન કહે : 'હા, હું રોજ વાત કરું છુ.'
સામે બેઠેલા છગનભાઈ(ન્યૂજર્સી)ને કહે : 'તું કરે છે ?'
તેઓ કહે : 'હા, સાંજે બેસીએ અને ખાલી વાતો કરીએ.'
આ સાંભળતાં જ સ્વામીશ્રી કહે : 'ખાલી વાતો નહીં. સત્સંગની અને ભણતરની વાતો કરવી. સાથે બેસવું જોઈએ. સાથે મળવું જોઈએ ને છોકરાઓને ગુજરાતી બોલતા તો ખાસ શીખવવું જોઈએ. અને ઘરમાં પણ ગુજરાતી બોલવું જોઈએ જેથી છોકરાઓ ગુજરાતી બોલતા શીખે અને વાંચતાં-લખતાં પણ શીખે.'
(૧૨-૬-૨૦૦૪, એટલાન્ટા)
Vachanamrut Gems
Gadhadã II-15:
The Power of Thought
"… In the very same way, if the inner enemies of lust, anger, etc., hinder a person while he is striving to attain liberation, he would harbour the same sort of enmity towards them as well; moreover, that enmity would never diminish. Whoever applies such a thought can eradicate all swabhãvs with that thought alone."
[Gadhadã II-15]