પ્રેરણા પરિમલ
બાળસ્નેહી સ્વામીશ્રી...
આજે બપોરે ઠાકોરજી જમાડ્યા પછી સ્વામીશ્રીને મળનારાઓની લાઇન ખૂબ જ મોટી હતી. મોડું થઈ રહ્યું હતું. વ્યવસ્થાપક સંતો 'ચાલો... ચાલો...' કહીને દરેકને મુલાકાત ટૂંકાવવાની વિનંતી કરતા હતા. છતાં, સ્વામીશ્રી સૌને પ્રેમથી મળતા હતા. એમાં જીગર કમલેશભાઈ (બોદાલ) નામનો એક નાનકડો બાળક સ્વામીશ્રી પાસે આવ્યો. એના પિતાશ્રી કહે : 'આ બાળક બે વર્ષથી મને કહેતો હતો કે મારે બાપાને મળવું છે, બાપાને મળવું છે. આજે એનો સંકલ્પ પૂરો થયો.'
સ્વામીશ્રીએ એમની આ વાત જાણીને એને પૂછ્યું કે 'કાંઈ પૂછવું છે ?' એ મૌન જ ઊભો રહ્યો. આજે તે જાણે કે સ્વામીશ્રીના દર્શનથી પરિતૃપ્ત થઈ ગયો હતો. બે વરસ સુધી પોતાની સ્વામીશ્રી સાથે મળવાની ભાવનાને તેણે કેટલી જતનથી પોષી હતી! સ્વામીશ્રીએ એ બાળકની દાઢીને હળવા હાથે સ્પર્શ કરતાં કરતાં કહ્યું : 'તારે સંકલ્પ હતો તો જો આપણે કેવા મળી ગયા ! બસ, તો હવે સત્સંગ બરાબર કરજે. સભામાં નિયમિત આવજે અને પૂજા કરજે.'
આ બાળક માટે સ્વામીશ્રીએ ખાસ ત્રણ-ચાર મિનિટ ફાળવી અને એના સંકલ્પને પૂરો કર્યો.
એવો જ એક બીજો બાળક આવ્યો. યશ એનું નામ. વિરસદ એનું મૂળ ગામ. સ્વામીશ્રી આગળ આવીને બે હાથ રોસ્ટ્રમ આગળ ટેકવીને ઊભો રહ્યો. જાણે કે સ્વામીશ્રી યશના જુગજૂના મિત્ર ન હોય ! એને જોતાં જ સ્વામીશ્રી પણ જાણે એના જેવડા બની ગયા! થોડીક વાતો કરી એના માથે હાથ ફેરવતાં સ્વામીશ્રી કહે : 'મોટો થજે, ભગવાન ભજજે. અને માબાપની સેવા કરજે.'
(૬-૬-૨૦૦૪, એડીસન, ન્યૂજર્સી)
Vachanamrut Gems
Gadhadã II-21:
The Only Principle for Liberation
"I, Myself, have attentively listened to all of the scriptures which Vyãsji has written regarding the attainment of liberation. The main principle prevalent in all those scriptures, and the only principle for the liberation of the jiva is simply this: The sole creator, sustainer and destroyer of this entire cosmos is God."
[Gadhadã II-21]