પ્રેરણા પરિમલ
'કેવો સત્સંગ રાખ્યો !'
જેઓ કદી સ્વામીશ્રીના પ્રત્યક્ષ યોગમાં નથી આવ્યાં એવાં મહિલા હરિભક્તો પણ અંતરથી સ્વામીશ્રીથી કેટલાં નજીક છે તેનાં દૃષ્ટાંતો અપાર છે. આજે સ્વામીશ્રી પાસે દર્શને આવેલા ન્યૂયોર્કના અશોકભાઈ ભાઈલાલભાઈ પટેલ (વાસણા) હાથમાં સોનું લઈને ઊભા હતા. તેમનાં માતુશ્રીનો અક્ષરવાસ થયો હતો. તેઓએ કહ્યું: 'મારાં બાએ ધામમાં જતાં પૂર્વે બે જ કલાક પહેલાં અમને બધાને ભેગા કર્યાં અને કહ્યું કે હવે હું ભગવાનના ધામમાં જઈશ. આ સોનું અને આટલી રકમ હરિકૃષ્ણ મહારાજનાં ચરણોમાં મારા વતી અર્પણ કરજો. અને આ વાત કર્યા પછી બે જ કલાકમાં તેઓ અક્ષરનિવાસી થઈ ગયાં. બાપા! આપે બહુ દયા કરી તેમને છતી દેહે અક્ષરધામની અનુભૂતિ કરાવી!'
સ્વામીશ્રી કહે : 'શ્રીજીમહારાજનો દૃઢ નિશ્ચય હોય અને શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજમાં જીવ જોડ્યો હોય તેને છતી દેહે આ અનુભૂતિ થાય છે. તમારાં માતુશ્રીએ પહેલેથી જ કેવો સત્સંગ રાખ્યો ! આજે તેઓ અક્ષરધામમાં બેસી ગયા છે.'
(૬-૬-૨૦૦૪, એડીસન, ન્યૂજર્સી)
Vachanamrut Gems
Gadhadã II-15:
The Sadhu Helps one Conquer Internal Enemies
"Now, if a sãdhu were to criticise and insult those internal enemies of lust, anger, etc., then a person who has the aforementioned thought would not develop an aversion towards that sãdhu. On the contrary, he would be grateful to the sãdhu and would feel, 'This sãdhu is helping me conquer my enemy, and thus he is an extremely great benefactor.' A person who has attained such a thought can destroy all of his inner enemies. Thereafter, no vicious swabhãvs will be able to remain in his heart…"
[Gadhadã II-15]