પ્રેરણા પરિમલ
મહારાજને અંતરમાં ધારીને ભજન કરી લેવું...
(તા. ૨૩-૦૬-૨૦૦૮, સારંગપુર)
બપોરના ભોજન પછી એક પ્રાસંગિક વાત દરમ્યાન સ્વામીશ્રીએ શાસ્ત્રીજી મહારાજના સિદ્ધાંતની વાત કરતાં કહ્યું, 'શાસ્ત્રીજી મહારાજનો એક જ સિદ્ધાંત હતો કે કોઈની સાથે લડવામાં માલ નથી. લડીએ તો સામાવાળો દુનિયાપારનું કાઢે. એક નહીં ને બીજું, ને બીજું નહીં ને ત્રીજું, કાઢે જ રાખે. એના કરતાં આપણે સાચા હોઈએ તો મહારાજને અંતરમાં ધારીને ભજન કરી લેવું. બધે જ દર્શન કરવા જવું. કોઈનું ખંડન ના કરવું. લોકો વિરોધમાં લખતા તોય એમણે જવાબ આપ્યો નથી. મૂળ પાયામાં એ છે કે સાચી વાત હોય એની દૃઢતા રાખવી ને સાચું જ કરવું. સાચું કરતા ભલે ફેઇલ જઈએ તો પણ વાંધો નહીં.'
Vachanamrut Gems
Gadhadã II-44:
A Demonic Person
“On the other hand, a person who is demonic never perceives even a single flaw within himself; instead, he perceives only flaws in other devotees…”
[Gadhadã II-44]