પ્રેરણા પરિમલ
ભોજનનો રસ જ નહીં
બહેરીનમાં પ્રમુખસ્વામી મહારાજ જમી રહ્યા બાદ સેવક સંતો જમવા બેઠા ત્યારે ખબર પડી કે શાકમાં મીઠું જ નથી.
સાંજે સેવકોએ સ્વામીશ્રીને કહ્યું : 'બપોરે શાકમાં મીઠું નહોતું તો કેમ વાત ન કરી ?'
સ્વામીશ્રી સ્મિત સાથે બોલ્યા : 'તમે ખાધું એટલે ખબર પડી ને ? ઠાકોરજીના થાળમાં જે આવે તે જમી લેવાનું. એમાં બોલવાનું શું હોય ?'
આ બધી વિગતોનો સાર એ કે સ્વામીશ્રીને ભોજનની વાનગીઓમાં કોઈ રસ નથી અને ભોજનના રસ વિષે કોઈ ફરિયાદ નથી. ઠાકોરજીને જે પીરસ્યું અને જે જમ્યા એમાં આપણે કંઈ કહેવાનું ન હોય, કશી ફરિયાદ ન હોય.
Vachanamrut Gems
Gadhadã II-65:
A Devotee with No Deficiencies
“… Therefore, when one possesses all three virtues of ãtmã-realisation, vairãgya and bhakti towards God, one can be said to have no deficiencies whatsoever. Such a person is called a devotee with gnãn, an ekãntik bhakta and a staunch devotee of God.”
[Gadhadã II-65]