પ્રેરણા પરિમલ
પ્રગટબ્રહ્મનું હૃદય સાહચર્ય
ન્યૂજર્સીમાં છેલ્લા પંદર દિવસથી સ્વામીશ્રીની સેવામાં હાજર રહેલા અમેરિકન પોલીસ આૅફિસર એલન સાબો ઉપર સ્વામીશ્રીની ઘણી જ દૃષ્ટિ છે. સ્વામીશ્રીની વ્યવસ્થામાં હંમેશાં તત્પર શ્રી એલન બધી જ વ્યવસ્થા ભક્તિભાવથી કરતા રહ્યા હતા. સ્વામીશ્રીની ઇચ્છા હતી કે આ અમેરિકન પોલીસ અધિકારીને સેવા કરવાની આ ભાવના થઈ છે તો સ્ટેજ ઉપર આજે એમનું સન્માન કરવું. એ મુજબ તેમનું સન્માન થયું. તેમણે મંચ ઉપર આવીને સ્વામીશ્રીના આશીર્વાદ લીધા. એના ઉપર અંતરના આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રી કહે : 'તમે રજા લઈને બહુ જ સારી સેવા કરી છે. ભગવાન પણ તમને બળ આપશે. તમારું કુટુંબ સુખી થાય, અંતરમાં શાંતિ રહે, એ પ્રાર્થના છે. કોઈપણ પ્રકારના સ્વાર્થ સિવાયની આ સેવા કરી છે, કોઈપણ પૈસા કે મોટપની આશા નથી રાખી તો ભગવાન રાજી થશે.'
એલન સાબો કહે : 'હું પ્રત્યેક ક્ષણે તમારી સાથે ને સાથે રહું છુ. તમારી સેવા કરવામાં મને ખૂબ જ આનંદ આવે છે.'
સ્વામીશ્રી કહે : 'તમારી સેવાથી અમને સંતોષ થયો છે.' તેઓના મિત્ર અને ભાઈ જેવા પ્રફુલ્લભાઈ રાજા સાથે હતા. એમણે પૂછ્યું : 'તમને સ્વામીની ભાષામાં સમજ પડે છે?' ત્યારે સ્વામીશ્રીના પ્રેમથી ભીંજાયેલા એલન કહે : 'સ્વામી! તમે હાથ મિલાવો એ જ મારા માટે ભાષા છે.' સ્વામીશ્રીએ તેઓને માળા આપતાં કહ્યું : 'રોજ નાહીને સવારે માળા ફેરવવી.' એટલું કહીને જાતે જ માળા કેવી રીતની ફેરવવી એ તેઓને બતાવ્યું અને કહ્યું: 'માળા ફેરવ્યા પછી ભગવાનને પ્રાર્થના કરવી. સ્વામીશ્રીએ એલનને વર્તમાન પણ ધરાવ્યાં અને કહ્યું કે, 'કોઈ જીવને મારીને ખાવું એ માણસનો ધર્મ નથી. જીવો અને જીવાડો એ માણસનો ધર્મ છે. અને જો તમને એવું લાગે તો પ્રફુલ્લ રાજાને ત્યાં આવીને જમી જજો.'
સ્વામીશ્રી એક વિદેશીના હૃદયને પણ કેવી રીતે સ્પર્શી જાય છે અને અંતરમાં સ્થાન મેળવી લે છે એનો પ્રત્યક્ષ અનુભવ અત્યારે થઈ રહ્યો હતો.
(૪-૬-૨૦૦૪, એડીસન, ન્યૂજર્સી)
Vachanamrut Gems
Gadhadã II-10:
Power of Bhakti
"Bhakti has a lot of power; and while gnãn and vairãgya also have such power, it is not as much as that of bhakti. However, true bhakti is extremely rare…"
[Gadhadã II-10]