પ્રેરણા પરિમલ
ટી.વી.નો વિવેકમૂલક નિષેધ
ગોંડલના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો. બે બાળકોએ વારાફરતી સંવાદાત્મક રજૂઆત કરી. જેમાં સંતાનોને સંસ્કારી બનાવવા વાલીઓએ શું કરવુ જોઈએ એનો સંદેશો હતો.
આ સંદેશકથન દરમ્યાન એક બાળકે સ્વામીશ્રીને પૂછ્યું : 'ટી.વી. ઘરમાં રાખવું સારું કે નહીં ?'
આનો ઉત્તર આપતાં સ્વામીશ્રી કહે : 'ટી.વી.ની વાત કરી પણ ટી.વી.માં દૂષણો વધારે આવે છે. સારી વસ્તુને બદલે ખરાબ વસ્તુમાં મન આકર્ષાય છે અને વિવેક રહેતો નથી. એટલા માટે એનો નિષેધ છે. એનો સારો ઉપયોગ પણ છે, પરંતુ જોવામાં અશ્લિલ જ આવી જાય છે. એને લીધે કુસંસ્કાર પડે છે. ન જોવાનું વધારે જોવાઈ જાય છે અને એના લીધે સંસ્કારો રહેતા નથી, એટલે ટી.વી. ન જોવું વધારે સારું છે.'
સ્વામીશ્રીએ નિષેધ તો કર્યો, પરંતુ એ વિવેકમૂલક નિષેધ હતો. (૧૧-૧૧-૨૦૦૪, ગોંડલ)
Vachanamrut Gems
Gadhadã II-14:
One who is Nirgun
“… Regardless of whether he follows the path of nivrutti or the path of pravrutti, the sãdhu who has such an unshakeable conviction is still nirgun…”
[Gadhadã II-14]