પ્રેરણા પરિમલ
'મહારાજની સાથે અમે પણ આવશું.'
એક વૃદ્ધ હરિભક્ત સ્વામીશ્રી પાસે આવ્યા.
સ્વામીશ્રીએ સામેથી જ તેઓના ખબર અંતર પૂછ્યા. 'પૂંજાબાપા! કેમ છો, મઝામાં?'
'હા. આપની દિયા.' વૃદ્ધ હરિભક્તે ઉત્તર આપ્યો.
'કેટલા થયાં ?'
'૮૩ થયાં.' આટલું કહ્યા પછી પૂંજાબાપાએ કહ્યું : 'તમારા છતાં ધામમાં લઈ જાજો.'
આ સાંભળતાં સ્વામીશ્રી કહે : 'શાસ્ત્રીજી મહારાજનાં દર્શન કર્યાં અને યોગીજી મહારાજનો શિર સાટે પક્ષ રાખ્યો છે અને બંનેને સેવ્યા છે એટલે શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ, મહારાજ સ્વામી બધા જ તમને લેવા આવશે.'
'તમે નહીં આવો ?'
'મહારાજની સાથે અમે પણ આવીશું ને!'
સ્વામીશ્રીએ માણાવદરવાળા પૂંજાબાપાને અંતે લઈ જવા માટે કોલ આપ્યો.' (૧૧-૧૧-૨૦૦૪, ગોંડલ)
Vachanamrut Gems
Gadhadã II-20:
Attributes of one who is Atmic-Conscious
“… Specifically, then, a person whose vision is facing inwards toward the ãtmã has no regard for his body, indriyas or antahkaran…”
[Gadhadã II-20]