પ્રેરણા પરિમલ
સંતના પૂજને ભગવાન પૂજાય
સંત પરમેશ્વરના ધારક છે. પોતે પરમેશ્વરને ધારણ કરી રહ્યા છે એ વાત અભિમાન વગર અહમ્શૂન્ય બનીને કહેવી સહેલી નથી. ટેકસાસમાં ડૉ. સુધીરભાઈના પ્રશ્નના જવાબરૂપે પ્રમુખસ્વામી મહારાજે કેટલી નમ્રતાથી અને વિવેકભરી રીતે ઉદાહરણ દ્વારા કહ્યું છે એ જુઓ. ડૉ. સુધીરભાઈએ પૂછ્યું : 'સવારે પૂજા કરીએ છીએ ત્યારે ધ્યાન-માનસીમાં શ્રીજીમહારાજને જોયા નથી એટલે કલ્પનામાં બેસતું નથી. પણ આપને જોયા છે તો માનસી પૂજામાં આપની મૂર્તિ કલ્પી શકાય ?'
સ્વામીશ્રીએ જવાબ આપ્યો : 'આપણા ઇષ્ટદેવ શ્રીજીમહારાજ છે. એમનામાં આપણી શ્રદ્ધા છે. માનસી પૂજા એમની જ કરવાની છે. પણ જો સાક્ષાત્કારવાળા ગુરુ મળ્યા હોય તો ગુરુના યોગે ભગવાન સુધી પહોંચાય. સંતને ભગવાનનો સંબંધ છે. એમણે ભગવાનને જોયા છે તો એમને યાદ કરવા. ગંગાજળનું પૂજન કરવું હોય તો કળશને પૂજીએ છીએ, કારણ કે કળશમાં ગંગાજળ ભર્યું છે. તેમ સાચા સંતમાં ભગવાન રહ્યા છે તો તેમને પૂજીએ એટલે ભગવાનની પૂજા થાય છે.'
Vachanamrut Gems
Gadhadã III-1:
Peace and Happiness in Samadhi
“… A person who does not have the virtues of ãtmã-realisation and vairãgya, even though he has attained nirvikalp samãdhi, experiences happiness and peace only while he remains in samãdhi. But when he comes out of samãdhi, then, like Nãrãyandãs, on seeing pleasurable objects, he becomes attracted to them.”
[Gadhadã III-1]