પ્રેરણા પરિમલ
અક્ષરધામના વીઝા તમને મળી ગયા છે
રાજકોટમાં ૧૨,૦૦૦ હરિભક્તોની ઉપસ્થિતિમાં સ્વામીશ્રીનો સન્માન-સમારંભ યોજાયો. સૌ મહાપ્રસાદ લઈ છૂટા પડ્યા. સભા પછી સ્વામીશ્રી નિજ નિવાસ તરફ પાછા વળી રહ્યા હતા. હરિભક્તોનો અવર્ણનીય ધસારો સ્વામીશ્રીના પથની આજુ બાજુ અનુભવાઈ રહ્યો હતો. જો કે સ્વયંસેવકોની શિસ્તને કારણે આ ધસારો સ્વામીશ્રીના પથની આજુ બાજુ જ મંડરાયેલો રહ્યો. સ્વામીશ્રી પોતાના નિવાસમાં પહોંચ્યા. અહીં સ્વામીશ્રી સાથે ફરતા વિદેશના ૧૨ જેટલા સાધકો સ્વામીશ્રીનાં દર્શન માટે હરોળબદ્ધ ઊભા હતા. તેઓને જોતાં જ સ્વામીશ્રી કહે : 'રાજકોટ શહેર તરફથી અમે પણ તમારું સન્માન કરીએ છીએ. તમે બધા દેશ દેશના વીઝા મૂકીને આવ્યા એટલે અમારે તમારું સન્માન કરવું જોઈએ ને ?'
'બાપા! અમારે તો અક્ષરધામના વીઝા જોઈએ છે.' જયમને કહ્યું.
'અક્ષરધામના વીઝા તો અહીં આવ્યા એટલે મળી જ ગયા છે.'
સ્વામીશ્રીએ મર્મસૂચક વાત કરીને સમજાવ્યું કે મહારાજનું શરણ અને સત્પુરુષના ચરણમાં જ અક્ષરધામના વીઝા સમાયેલા છે. (૧૦-૧૧-૨૦૦૪, રાજકોટ)
Vachanamrut Gems
Gadhadã II-13:
The Obstacle-free Path
"… Hence, there is no other obstacle-free path like that of having the firm refuge of God."
[Gadhadã II-13]