પ્રેરણા પરિમલ
હિન્દુ હોવું એ શું કાંઈ ગુનો છે ?
સભામાં બે અમેરિકન ભાઈઓ દર્શને આવ્યા હતા. એક હતા સ્ટીફન વઈથ(Stephen Voith) અને બીજા હતા જેસન વઈથ(Jason Voith). આ બંને અમેરિકન ભાઈઓ હિન્દુ ધર્મ અંગીકાર કરીને અત્યારે એમના જ સમાજનો વિરોધ સહન કરી રહ્યા છે. તેઓ હિન્દુ થઈ ગયા અને એટલે જ એમના સમાજે વિરોધ કર્યો. અત્યારે આખા અમેરિકામાં આ કેસ ગાજી રહ્યો છે. સુપ્રિમ કોર્ટ સુધી અત્યારે આ કેસ ચાલી રહ્યો છે. પોતાના ઘરમાં પાળેલી ગાયોનું ઘી લઈને તેઓ આવ્યા હતા. સ્વામીશ્રીને દંડવત્ પ્રણામ કરીને તેઓ મળ્યા. સ્વામીશ્રીએ પણ તેઓને કહ્યું કે 'ભગવાનને અમે પ્રાર્થના કરીશું. ભગવાન તમારી સાથે રહેશે.' તેઓને ભગવાનનું બળ આપીને ખૂબ જ આશીર્વાદ આપ્યા. તેઓના ગયા પછી સ્વામીશ્રી કહેઃ 'એ બીચારા કેવાં દુઃખ વેઠે છે! હિન્દુ હોવું એ શું કાંઈ ગુનો છે?'
(૪-૬-૨૦૦૪, એડીસન, ન્યૂજર્સી)
Vachanamrut Gems
Gadhadã II-10:
A True Devotee
"… Even a sinner would perceive divinity in the divine actions of God; a true devotee of God, however, would perceive divinity even when God performs human-like actions…"
[Gadhadã II-10]