પ્રેરણા પરિમલ
ચરણારવિંદ તો ઠાકોરજીના જ લેવાય...
ટોરન્ટો(કેનેડા)ના યુવકોએ સંપની ભાવનાને પ્રદર્શિત કરતું એક વિશિષ્ટ આયોજન કર્યું હતું. એક મોટા વસ્ત્ર પર દરેક હરિભક્તોના હાથની છાપ લીધી. તેમની ઇચ્છા વસ્ત્રની મધ્યમાં સ્વામીશ્રીના હસ્તની છાપ લેવાની હતી. તેમનો હેતુ એવો હતો કે મધ્યમાં વિરાજતા સ્વામીશ્રીની આજુબાજુ સૌ સંપથી એકબીજા સાથે ગુંથાઈ ગયા છે. આથી સ્વામીશ્રીને વાત કરી હસ્તની છાપ આપવા વિનંતી કરી.
સ્વામીશ્રીએ ના પાડી દીધી : 'હાથની છાપ કે ચરણારવિંદ તો ઠાકોરજીના જ લેવાય. હું આશીર્વાદ લખી આપીશ. છાપ પાડવાની પ્રથા ન પડાય. જે હાથની છાપ લેવાની છે તે જ હાથથી લખી આપીશ પછી શું ?'
સ્વામીશ્રીના આ તર્ક આગળ કોઈનું કાંઈ ન ચાલ્યું. સ્વામીશ્રીના ઇષ્ટદેવ પ્રત્યેના સ્વામી-સેવકભાવે સૌને નતમસ્તક કરી દીધા.
Vachanamrut Gems
Sãrangpur-18:
Introspection Is the Cure For Swabhavs
Thereafter Nirvikãrãnand Swãmi asked, "Mahãrãj, if a person has the vicious swabhãvs of lust, anger, etc., can they be eradicated, or not?"
Shriji Mahãrãj replied, "Just as a merchant keeps an account of all his transactions, if one keeps an account of one's swabhãvs from the very day one entered the Satsang fellowship, then they can be eradicated…"
[Sãrangpur-18]