પ્રેરણા પરિમલ
જાણપણું
અમદાવાદથી ટ્રેનમાં અટલાદરા આવતા હતા. રસ્તામાં મહી નદી આવી ત્યારે તેના દર્શન કરતા યોગીજી મહારાજ સૌને કહે, 'માનસિક સ્નાન કરો.'
અટલાદરા પહોંચ્યા. મંદિરમાં દર્શન કરવા પધાર્યા. સ્વામીશ્રી છેલ્લા મંદિરમાં હરિકૃષ્ણ મહારાજની મૂર્તિના દર્શન કરતા ઘણા મગ્ન થઈ ગયા અને બોલ્યા, 'હરિકૃષ્ણ મહારાજ, રાજી છો ને !'
તે સાંભળી સનાતન સ્વામીએ હસતાં હસતાં પૂછ્યું : 'મહારાજે ઉત્તર આપ્યો ?'
'હા, મહારાજ કહે છે, બેઠો છું,' બે હાથે જાળી પકડી એકીટશે હરિકૃષ્ણ મહારાજને નિહાળતા સ્વામીશ્રી બોલ્યા.
આગલે દિવસે અમદાવાદમાં કથા પ્રસંગમાં આકાશવાણીની વાત આવી. તે સાંભળી સ્વામીશ્રીએ પૂછ્યું, 'અત્યારે આકાશવાણી થતી હશે ?' એટલે શંકર ભગત કહે, 'પ્રગટવાણી સાંભળવા મળે છે પછી આકાશવાણીનું શું કામ છે ?'
સ્વામીશ્રી હસતાં હસતાં, માથે હાથ ઘસતાં બોલ્યા, 'પ્રગટવાણી પગ તળે ઘસાય છે... બહુ મહિમા... મહિમા પગ તળે ઘસાય છે !' એમ કહી સભાને રમૂજ કરાવી, સૌને જાણપણું આપ્યું. (અટલાદરા, તા. ૯-૭-'૫૯)
Vachanamrut Gems
Gadhadã II-60:
Standing in the Defence of a Harassed Devotee
“The scriptures state that if a devotee of God is being killed or harassed by someone, then he who stands in defence of that devotee of God – and in doing so dies or becomes wounded himself – is totally freed from the five grave sins…”
[Gadhadã II-60]