પ્રેરણા પરિમલ
અલૌકિક દૃષ્ટિ
યોગીજી મહારાજની ઉપસ્થિતીમાં મોમ્બાસાના ભાઈલાલભાઈને ત્યાં ખાનકૂવા ગામમાં અદ્ભુત પારાયણ પ્રસંગ યોજાયો હતો. ખાનકૂવાથી નીકળી ઉમરેઠ જવાનું હતું. નિત્યકર્મથી પરવારી, ભાઈલાલભાઈના જૂના ઘરમાં સ્વામીશ્રીએ મૂર્તિપ્રતિષ્ઠા કરી હરિમંદિર નિર્મિત કર્યું અને લગભગ ૯-૦૦ વાગે સ્વામીશ્રી મોટરમાં નીકળ્યા.
ચોમાસું સારું એવું જામ્યું હતું. ખૂબ વરસાદને લીધે કાદવકીચડ સડકો ઉપર જામી ગયો હતો. બે ખેતર વચ્ચે સાંકડા રસ્તામાં સૌ જઈ રહ્યા હતા. હજુ તો ખાનકૂવા ગામની સીમ છોડી થોડા આગળ ગયા ત્યાં રેલવે લાઈન આગળ નાળામાં-ખાબોચિયામાં જ મોટર એકદમ ખૂંચી ગઈ.
થોડીવાર પહેલાં જ સ્વામીશ્રીએ કહ્યું હતું કે ઉતરી જઈએ, પણ જરા ભૂલ થઈ જતાં મોટર ફસાઈ. ગામમાંથી નીકળ્યા ત્યારે પણ સ્વામીશ્રીએ ટ્રેકટર સાથે લેવા કહ્યું હતું તે પણ સૌ વિસરી ગયા જેમ તેમ મોટરમાંથી સૌ ઉતર્યા અને રેલવે લાઈનની બાજુમાં ટેકરા ઉપર ઝરમર વરસતા વરસાદમાં સ્વામીશ્રી બેઠા. સ્વામીશ્રી ને માથે છત્રી ધરી રાખી હતી. મોટા સ્વામી પણ મોટરમાંથી ઉતરીને આવ્યા એટલે બાજુના ખેતરમાં ખોરડા નીચે સૌએ આશ્રય લીધો. દરમિયાન થોડી વાતોચીતો થઈ. સ્વામીશ્રીએ ટપાલ વંચાવી.
લગભગ ૧૨-૦૦ વાગે મોટર સમી થઈ જતાં ટ્રેકટરની મદદથી આગળ મુસાફરી શરૂ થઈ. આફ્રિકાની ટપાલ સ્વામીશ્રીએ વંચાવી. રસ્તામાં રમૂજ કરતાં સ્વામીશ્રી કહે, 'ઉમરેઠમાં સામૈયું વધુ થવાનું હશે, એટલે મોડું થતું લાગે છે.' કારણ કે દિવસે સવારે જ ઉમરેઠથી પત્ર હતો કે ઉમરેઠ મંદિરમાં આવવું નહિ, નહિ તો તોફાન થશે.
આ પત્ર મોટરમાં વંચાવ્યો ત્યારે ભાઈલાલભાઈ કહે, 'બાપા, આ ઉમરેઠના હરિભક્તો, ઉમરેઠ મંદિરના શતવાર્ષિક પોટાત્સવના ફાળા માટે મોમ્બાસા આવ્યા છે. તો કાગળ લખી દઉં કે તેમને મદદ ન કરવી, આપણા હેતવાળા નથી.'
સ્વામીશ્રી કહે, 'ના, ભલે પૈસા આપવા. આપણે મંદિરમાં ઇષ્ટદેવની સેવા થાય ને !' ભાઈલાલભાઈ આગળ પૂછતા અટકી ગયા. તેમને સમજાયું કે સ્વામીશ્રીની તો દૃષ્ટિ જ અલૌકિક છે.
Vachanamrut Gems
Vartãl-3:
God's Param-Ekantik Sant
“… Of the four types of eminent spiritual people just described, if a person serves one who is like lightening or the vadvanal fire - by thought, word and deed, while staying within the tenets of one's dharma - then bhakti coupled with the knowledge of God's greatness flourishes in that person. Also, one should realise that the person who is like lightening is knows as God's ekantik sadhu - who is in the process of God-realisation. The person who is like the vadvãnal fire is known as God’s Param-Ekãntik Sant – who is perfectly God-realised.”
[Vartãl-3]