પ્રેરણા પરિમલ
'વ્રત-નિયમ'ની ટેક
એક દિવસ યોગીજી મહારાજ અને સંતો ગોંડલ મંદિરેથી વહેલી સવારે નીકળીતે બપોરે ધંધુકા પહોંચ્યા. મોટર બગડી જવાથી, અહીંથી ટ્રેનમાં બેસી એલીસબ્રીજ સ્ટેશને સૌ પ્રથમ શેઠને ઘરે પધાર્યા. તેમણે ચોખ્ખી રસોઈ તૈયાર કરાવી રાખી હતી. સ્વામીશ્રીએ જ ઠાકોરજીને થાળ ધરાવ્યો ને પછી શેઠને ઉકાળો કરવા કહ્યું. આથી શેઠને ઘણી જ નવાઈ લાગી. કારણ સ્વામીશ્રી સવારથી નીકળેલા તે હજુ સુધી ક્યાંય જમ્યા ન હતા. તેમણે વિનંતી કરી, 'બાપા, આ આપને માટે ચોખ્ખું અને સાદું જ બનાવ્યું છે. માટે આપે જમવાનું જ છે.'
'મહારાજની આજ્ઞા નથી, બે વાર પત્તર પલાળાય નહિ... અમે નહિ જમીએ' એમ સ્વામીશ્રીએ સામી અરજ કરતા ના પાડી. પછી શેઠના ખૂબ આગ્રહથી જમવા બેઠા. પણ જે કંઇ પત્તરમાં પીરસીએ તે બાજુમાં બેઠેલા સેવક પ્રેમપ્રકાશને આપી દે પણ પોતે કંઈ જ જમે નહિ.
સૌનેõ પણ ઘણી નવાઇ લાગી કે સ્વામીશ્રી કેમ જમતા નથી ? સવારે તો માત્ર ઉકાળો જ થોડો લીધો છે અને તે પછી ક્યાંય જમ્યા નથી. અત્યારે આટલું બધું મોડું થયું છે. છતાં પણ જમતા નથી અને કહે છે કે 'બીજી વાર પત્તર ન પલાળાય.'
શેઠના આગ્રહથી સ્વામીશ્રીના પત્તરમાં એક પછી એક બધી વાનગી પીરસી પણ તેમણે તો માત્ર જમવાનો દેખાવ જ કર્યો અને બધું સેવકના પત્તરમાં નાંખી દીધું. છેવટે કઢી-ભાત આપ્યા તે પણ આપી દીધા. વચ્ચે પોતે બોલતા જાય, 'રહેવા દ્યો, મહારાજ ધખશે... રહેવા દ્યો...'
એ વખતે સેવકસંત રહેલા ઈશ્વરચરણ સ્વામીને આ વાતનો સંદેહ ઘણા સમય સુધી રહ્યો. પણ પાછળથી તેનું કારણ સમજાયું કે અમદાવાદમાં શિખરબદ્ધ મંદિર, એટલે અમદાવાદ શહેરમાં દાખલ થયા પછી ઠાકોરજીના દર્શન કર્યા સિવાય સ્વામીશ્રી કદાપિ ક્યાંય જમે જ નહિ. તે દિવસે પણ અમદાવાદમાં આવ્યા છતાં મંદિરે દર્શન કર્યા ન હતા તેથી 'બીજી વાર પત્તર ન પલાળાય...' વગેરે બહાના બતાવીને સ્વામીશ્રી છેવટ સુધી જમ્યા જ નહિ. 'વ્રત-નિયમ'ની ટેક સાચવવાની આ પણ તેમની અલૌકિક રીત હતી, જેમાં કોઈ નારાજ ન થાય ને પોતાનો નિયમ પળાય. (અમદાવાદ, તા. ૨૭-૬-'૫૯)
Vachanamrut Gems
Gadhadã II-56:
Whose Foundation is Weak?
“If a person does have as much love for other objects as he does for God, then his foundation is indeed very weak…”
[Gadhadã II-56]