પ્રેરણા પરિમલ
સૌજન્યની પરાકાષ્ઠા...
૧૯૮૭માં સ્વામીશ્રી ૪૫૦ સંતો-હરિભક્તો સાથે ઉત્તરાખંડની યાત્રાએ નીકળ્યા.
આટલા મોટા સંઘને લઈને જવાનું હતું તેથી યાત્રાના દરેક વિશ્રામ સ્થળે ઊતરવાની, રહેવાની તથા બીજી અનુકૂળતાઓની ગોઠવણ અગાઉથી જ યોજનાપૂર્વક કરી રાખી હતી. સ્વાભાવિકપણે જ બધાં જ સ્થાનોનાં મોટા ભાગનાં સ્થળો આ સંઘ માટે આરક્ષિત થઈ ગયાં હતાં.
યાત્રા પૂરી થયા બાદ લંડનના પરા રોમફર્ડમાં રહેતા એક ભારતીયનો પત્ર સ્વામીશ્રીને મળ્યો અને તેમાં તેમણે તેમને પડેલી પારાવર તકલીફનો ઉલ્લેખ કરી, એ સર્વેનું દોષારોપણ સ્વામીશ્રી પર કર્યું. તેમણે લખ્યું કે 'તમે આટલો મોટો સંઘ લઈ, બધાં તીર્થોમાં ફર્યા અને બધી જગ્યા રોકી લીધી તેથી મને અને મારા પરિવારને આ બધાં સ્થાનોમાં ક્યાંય જગ્યા મળી નહિ, અને અમે ખૂબ દુઃખી થઈ ગયા. જ્યાં જઈએ ત્યાં તમારી પાર્ટીએ બધું જ કબજે કરી લીધું હોય. આમ, તમારે લીધે અમને ખૂબ જ તકલીફ પડી. તમે આટલા બધા માણસોને લઈને શા માટે નીકળો છો ? અમે દેશમાં આવ્યા અને તીર્થ કરવા નીકળ્યા, તો અમને આવો કડવો અનુભવ થયો.'
આમ જોઈએ તો આમાં સ્વામીશ્રીનો કોઈ દોષ ન હતો. સ્વામીશ્રીને ખ્યાલ જ ન હતો કે પરદેશથી એક ભાઈ પોતાના પરિવાર સાથે યાત્રાએ આવશે અને તેમનો કાર્યક્રમ પોતાના કાર્યક્રમની સાથે સાથે જ હશે.
આથી આવા પત્રનો ઉત્તર આપવાનું સૌને ઉચિત ન લાગ્યું. છતાં સ્વામીશ્રીએ તેમને નમ્રતાસભર ઉત્તર આપ્યો કે 'અમારો ઇરાદો તમને કોઈ જ તકલીફ પહોંચાડવાનો ન હતો. તમારો કાર્યક્રમ અમારી સાથે સાથે જ ઘડાશે એ પણ અમને જાણ ન હતી. તમે અમને એ યાત્રા દરમ્યાન મળ્યા હોત તો અમે તમને અને તમારા પરિવારને જરૂર કાંઈક સગવડ કરી આપી હોત. અમારો આશય તમને અવગડરૂપ થવાનો ન હતો. આ છતાં તમને તકલીફ પડી તે બદલ અમે ક્ષમા માગીએ છીએ.'
પોતાનો કોઈ દોષ ન હોય તો પણ એક સામાન્ય જન આગળ આવું સૌજન્ય સ્વામીશ્રી જ દાખવી શકે. જેમના હૃદયમાં કોઈને માટે પણ દુર્ભાવ નથી એવા સંત દ્વારા જ આ થઈ શકે.
Vachanamrut Gems
Kãriyãni-6:
Means To Please God
Muktãnand Swãmi then asked, "Mahãrãj, by which virtue is God pleased upon a devotee?"
Shriji Mahãrãj replied, "God is pleased with a devotee who becomes free of lust, anger, avarice, deceit, egotism, jealousy and matsar, and then offers bhakti to God..."
[Kãriyãni-6]