પ્રેરણા પરિમલ
પરાભક્તિ
વિનુ ભગતના પ્રશ્નનો ઉત્તર આપતાં યોગીજી મહારાજ કહે, 'મને ૫૦ વર્ષ સત્સંગમાં થયા. કોઈ દિવસ કોઈ સત્સંગી નાનામાં નાનો હોય, થા થા થાબડા જેવો હોય, કાંઇ ન આવડતું હોય, તેનો પણ અભાવ આવ્યો નથી. વિરોધી હોય, ગમે તેવો હોય, તો પણ અભાવ આવ્યો નથી.'
સ્વામીશ્રી અંજેસરમાં બિરાજતા હતા. સવારનો સમય હતો. ઘણા દિવસથી ચઢેલા ટપાલકામને હળવું કરી રહ્યા હતા. ત્યાં 'થાળ તૈયાર છે' એવો સાદ થયો.
બાજુમાં એક ભગત બેઠા હતા, એમને સ્વામીશ્રીએ ઠાકોરજી હરિકૃષ્ણ મહારાજને મંદિરમાં મેડે, થાળ ધરાવવા લઈ જવા આજ્ઞા કરી. એ ભગત બેબાકળા ઊભા થયા, એ જોઈને સ્વામીશ્રીએ એમને રોક્યા. ક્યાંક ઠાકોરજીને હાથમાંથી હેઠા પાડે તો !
બાજુમાં વિનુ ભગત તરફ દૃષ્ટિ જતાં, એમને ઠાકોરજી ઉપર લઇ જવા આદેશ આપ્યો. વિનુ ભગત સ્વસ્થતાથી ઠાકોરજી લઇ જવાની તૈયારી કરતા હતા, ત્યાં સ્વામીશ્રી જાતે જ ઊભા થઈ ગયા અને કહે, 'લાવો, હું જ લઈ જાઉં.'
દાદરો ઘણો સાંકડો અને સીધો હતો. મનની અને તનની એવી એકાગ્રતાથી સ્વામીશ્રી ઉપર ચઢી ગયા કે ઠાકોરજીની મૂર્તિને સ્હેજે પણ થડકો-હેલો આવ્યો નહિ. ઉપર જઇ ખૂબ ભાવથી, મસ્તીમાં ઠાકોરજીને થાળ ધરાવવા લાગ્યા. હરિકૃષ્ણ મહારાજની સેવા-સુશ્રુષા કરતા સ્વામીશ્રીમાં પરાભક્તિનાં દર્શન ક્ષણે ક્ષણે થતાં. (વાઘોડિયા, તા. ૨૮-૪-'૫૯)
Vachanamrut Gems
Gadhadã II-33:
Shriji Maharaj's Desirelessness for Panchvishays
“… Even though I am insistingly offered the panchvishays without actually wishing for them Myself, I still do not have any desire for them. In fact, I push them away…”
[Gadhadã II-33]