પ્રેરણા પરિમલ
મહારાજ સત્સંગમાં અખંડ છે જ...
(તા. ૧૩-૦૬-૨૦૦૮, સારંગપુર)
આજે ભગવાન સ્વામિનારાયણની સ્વધામગમનવિધિ હતી. તે નિમિત્તે સારંગપુરમાં સ્મૃતિ મંદિરે મહારાજના અંતર્ધાન પછીના શોકના વાતાવરણનું દૃશ્ય રજૂ કર્યું. જેમાં મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, આત્માનંદ સ્વામી વગેરે પોતપોતાના મંડળમાં રહેલા સંતોને ધીરજ આપી રહ્યા હતા. દાદા ખાચર વગેરે અગ્રણી હરિભક્તોમાં પણ શોકનું વાતાવરણ હતું.
મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીનો વાર્તાલાપ કરતા નારાયણમુનિ સ્વામી અને કૃષ્ણપ્રિય સ્વામી સ્વામીશ્રી પાસે આવ્યા. સામે શ્રીજીમહારાજની ઉત્સવમૂર્તિ હતી. સ્વામીશ્રી મૂર્તિની બરાબર સામે હતા. બંને સંતોએ મહારાજની સામે ઊભેલા ગુણાતીત સ્વામીને પૂછ્યું કે 'મહારાજ ગયા?' ગુણાતીતરૂપે વિરાજિત સ્વામીશ્રી જ બોલી ઊઠ્યા, 'મહારાજે જ કહ્યું છે કે હું તો અખંડ રહ્યો છું, અખંડ રહ્યો છું, અખંડ રહ્યો છું. શ્રીજીમહારાજ સત્સંગમાં છે જ. શાસ્ત્રીજી મહારાજ અને યોગી બાપામાં શ્રીજીમહારાજ અખંડ રહ્યા જ છે.'
એમ કહીને સ્વામીશ્રીએ શ્રીજીમહારાજ સત્સંગમાં સદા પ્રગટ છે એ વાતની પ્રતીતિ કરાવી.
Vachanamrut Gems
Difference between a Wise Person and a Fool
“Moreover, if a wise person is scolded by someone, he would in turn consider the scolder’s virtues; on the other hand, if someone offers some useful advice to a fool, the fool would be offended…”