પ્રેરણા પરિમલ
ગુણાતીત બાગના અનોખા માળી!
સ્વામીશ્રી ગુણાતીત બાગના અનોખા માળી છે. સત્સંગરૂપી બાગ અખંડ નવપલ્લવિત, પુષ્પિત, સુરભિત રહે તેની માવજત કરવી એ એમના જીવનનો એક અવિભાજ્ય ક્રમ બની ગયો છે.
આજે નડિયાદના એક જૂના સત્સંગી દર્શને આવ્યા હતા. તેમને શાસ્ત્રીજી મહારાજના વખતનો બાપદાદાનો સત્સંગ. સ્વામીશ્રી તેમની ત્રણેય પેઢીઓને ઓળખે. સ્વામીશ્રીએ તેમને સહેજે પૂછ્યું: 'તમારો દીકરો કેમ દેખાતો નથી?'
તેઓ કહેઃ 'બાપા! હું આવું છુ, પણ એને હવે સત્સંગમાં રસ ઓછો થઈ ગયો છે.' એમ કહી બીજી પણ કેટલીક તેના વિશેની ફરિયાદ સ્વામીશ્રી સમક્ષ એણે રજૂ કરી.
સ્વામીશ્રીએ બાજુ માં ઊભેલા પ્રબુદ્ધમુનિ સ્વામીને કહ્યું: 'તમે આનું એડ્રેસ લઈ લો. એને ત્રણ-ચાર વખત ફોન કરજો. એને સમજાવજો કે 'સ્વામીએ આજ્ઞા કરી છે. તારે સત્સંગ રાખવાનો છે. તું મળી જા. તારા પિતા સત્સંગી છે, તું પણ સત્સંગી જ છે, તારા દાદા પણ સત્સંગી છે અને તું કેમ પાછો પડી ગયો?'
ફરી સ્વામીશ્રી કહેવા લાગ્યાઃ 'હશે, યુવાની છે એટલે કુસંગ લાગ્યો હશે. પણ બે-ત્રણ-ચાર વખત ફોન કરીને બોલાવવો.' આ વૃદ્ધ વયે પણ સ્વામીશ્રીને એક પથચલિત મુમુક્ષુને ઢંઢોળવાની કેટલી શ્રદ્ધા છે!
(તા. ૧૩-૫-૨૦૦૪, ગુરુવાર, લંડન)
Vachanamrut Gems
Gadhadã II-10:
Perceiving Divinity in Both Human and Divine Actions
"… So whenever God performs divine actions, they appear divine to both a devotee and to one who is not a devotee. However, when God performs human-like actions, a true devotee still perceives divinity in them, but by no means does he perceive flaws in such actions of God. Having such understanding is known as having bhakti towards God…"
[Gadhadã II-10]