પ્રેરણા પરિમલ
અક્ષરધામનું સરનામું
સ્વામીશ્રી ઘણાં કાર્યોની વ્યસ્તતા વચ્ચે પણ હરિભક્તોની ભાવનાને પોષે છે. તેમણે પોતાનું સમગ્ર જીવન હરિભક્તોને અર્થે કૃષ્ણાર્પણ કરી રાખ્યું છે.
આજે આખા દિવસની પ્રવૃત્તિમાં અતિવ્યસ્ત સ્વામીશ્રી રાત્રે જમ્યા પછી મુલાકાતો આપીને પત્રવાંચન માટે બેઠા હતા. તે વખતે બે હરિભક્તોએ એક ડાયરી આપી. તેઓએ કહ્યું કે ૧૯૭૦માં યોગી મહારાજે પણ આમાં આશીર્વાદ લખ્યા છે. ૧૯૭૭માં આપ પધાર્યા તે વખતે પણ આશીર્વાદ લખ્યા છે. અત્યારે અમારી સ્મૃતિ માટે આશીર્વાદ લખી આપો કે જેથી અમારે જીવનમાં કઈ રીતે વર્તવું એનું અમને જાણપણું રહે.'
સ્વામીશ્રીએ ડાયરીમાં આશીર્વાદ લખ્યાઃ
પૂજ્ય .......... તથા .......... તથા સર્વે કુટુંબને આશીર્વાદ છે. આપનો સત્સંગ દૃઢ રહે. નિયમ-ધર્મ, આજ્ઞા-ઉપાસના, મહિમા, નિર્દોષભાવ ને કથાવાર્તા ને ભજનનું અંગ રહે. પોતાના સ્વભાવ ટળે એ માટે પોતાની ભૂલો જોવી ને સ્વભાવ ટાળવા પણ સત્સંગમાં મન ક્યારેય પાછુ ન પડે અને અભાવ ન આવે તે જાણપણું રાખવું. દાસભાવ, સેવકભાવ રાખીને સત્સંગમાં રહેવું. મહિમાથી સેવા કરવી. દરેકનો મહિમા સમજાય અને દિવ્યતા રહે તો શાંતિ રહે ને સુખિયા થવાય. તો મહારાજ એ કૃપા કરશે.
શાસ્ત્રી નારાયણસ્વરૂપદાસના આશીર્વાદ સહ
જય સ્વામિનારાયણ.
આ હતો દિવસ દરમ્યાનનો સ્વામીશ્રીનો સમજણ સ્કેપ. સ્વામીશ્રીએ આજે ખૂબ ઓછા શબ્દોમાં જાણે કે અક્ષરધામનું સરનામું દર્શાવી દીધું હતું. ગમે એટલી પ્રવૃત્તિમાં હોય કે કોઈપણ ક્રિયામાં હોય, સ્વામીશ્રી દરેકના જીવનમાં પોતાની આ ભાવનાઓ દૃઢાવતા રહ્યા છે.
(તા. ૧૨-૫-૨૦૦૪, બુધવાર, લંડન)
Vachanamrut Gems
Gadhadã II-10:
Form of Vairagya
"… In the same way, when one realises the bliss related to God, one develops vairãgya towards all worldly pleasures, and one develops love only for the form of God. That is the form of vairãgya."
[Gadhadã II-10]